મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના લુંટાવદર પાસે કારખાનામાં માથા ઉપર કેરેટ પડતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના લુંટાવદર પાસે કારખાનામાં માથા ઉપર કેરેટ પડતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુંટાવદર ગામ પાસે કારખાનાની અંદર કામગીરી દરમિયાન કેરેટ માથા ઉપર પડવાથી માથામાં ગંભીર ઈજા થવાથી યુવનને સારવારમાં ખસેડાયો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને તે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારના ચંપારણનો રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુંટાવદર ગામ પાસેના મેટ્રો પોલિપેક નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતા ફાગુભાઈ આત્મજપ્રસાદ મલ્લહા (ઉમર ૩૬) ગત તા. ૧૬-૧ ના રોજ સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે કારખાનામાં દોરી બનાવવા માટેના બોબીનનું કેરેટ માથા ઉપર પડયું હતું જેથી કરીને માથામાં ગંભીર ઈજા થવાથી મજુર યુવાનને સારવાર માટે મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન ફાગુભાઇનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની મૃતકના ભત્રીજા દુલદુલભાઇ સતનભાઇ મલ્લાહે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ધરપકડ

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયાના ઓવરબ્રીજની પાસે થોડા દિવસો પહેલા ટ્રક પાછળ ટ્રક અથડાવાનો બનાવ બન્યો હતો જે બનાવવા પાછળના ટ્રકના કલીનરનું મોત નીપજ્યું હતું અને ડ્રાઈવરને ઈજા પહોંચી હતી જેની મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતાં તાલુકા પીએસઆઇ ડી.વી.ડાંગર દ્વારા વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ટ્રકચાલક મુકેશ રામલાલ મેઘવંશી (૨૬) ધંધો ડ્રાઇવિંગ રહે.દલવાસા તાલુકો દેવજી જિલ્લો થાવલા રાજસ્થાનની વાહન અકસ્માતના ઉપરોકત બનાવમાં ધરપકડ કરી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધ સારવારમાં

ટંકારાના હડમતીયા ગામે રહેતા અમૃતલાલ વલ્લભજીભાઈ ધાંજી નામના ૭૦ વર્ષીય વૃદ્ધ લજાઈ ચોકડી પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે અમૃતભાઈને હડફેટે લેતાં ઇજાગ્રસ્ત અમૃતભાઈને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના એ.પી.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ અર્થે બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.






Latest News