મોરબીના લુંટાવદર પાસે કારખાનામાં માથા ઉપર કેરેટ પડતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના સોખડા ગામે પિતાએ વહેલા ઊઠીને ખેતી કામ કરવા ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત
SHARE
મોરબીના સોખડા ગામે પિતાએ વહેલા ઊઠીને ખેતી કામ કરવા ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત
મોરબી તાલુકાના સોખડા ગામે પિતાએ વહેલા ઊઠીને ખેતી કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેનું લાગી આવતા યુવાને વાડીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો અને યુવાનના મૃતદેહને તેના પિતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા બાદમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલા સોખડા ગામે રહેતા શૈલેષભાઈ ગોરધનભાઈ થરેશા જાતે કોળી (ઉં.૨૮) એ પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને તેના પિતા ગોરધનભાઈ પ્રેમજીભાઈ થરેશા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી આ બનાવની આગળની તપાસ કરતા એએસઆઈ એમ.આર.ગામેતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનને તેના પિતાએ વહેલા ઉઠવા માટે અને ખેતી કામ બાબતે ઠપકો આપ્યો હતો જેનું તેને લાગી આવતા ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે.
આધેડ રાજકોટ ખસેડાયા
મોરબીના બોરીયાપાટી કેનાલ રોડ પાસે આવેલ દ્વારકાધીશ-૫ માં રહેતા જેઠાભાઇ અજાભાઇ નકુમ નામના ૫૫ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં કેનાલ રોડ ઉપર તેઓનું બાઈક અન્ય બાઇકની સાથે અથડાતાં ઈજાગ્રસ્ત જેઠાભાઇ નકુમને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હોય પ્રાથમિક સારવાર આપીને જેઠાભાઇને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા છે અને બનાવ અંગે એ ડીવીઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.