મોરબીના સોખડા ગામે પિતાએ વહેલા ઊઠીને ખેતી કામ કરવા ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત
મોરબીમાં કેનાલ રોડ ઉપર નવી બનતી સાઈટ ઉપર શોર્ટ લગતા યુવાનનું મોત
SHARE
મોરબીમાં કેનાલ રોડ ઉપર નવી બનતી સાઈટ ઉપર શોર્ટ લગતા યુવાનનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નવલખી ફાટક પાસે રહેતો અને કેનાલ રોડ ઉપર નવી બની રહેલ બાંધકામ સાઈટ ઉપર કામગીરી કરી રહેલા મજુર યુવાનને કામગીરી દરમ્યાન વિજ શોક લાગ્યો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું અને યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ અકસ્માતના બનાવવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નવલખી ફાટક પાસે રહેતા અને કેનાલ રોડ ઉપર આવેલ સગુન હાઇટસની સામે નવી બની રહેલા સાઈટ ઉપર મજૂરી કામ કરતા દિનેશભાઈ માનસિંગભાઈ ડામોર (ઉંમર ૨૬) ને બાંધકામ સાઇટ ઉપર કામગીરી દરમ્યાન કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક દિનેશભાઈ ડામોરના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા એચ.એમ.ચાવડાએ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
પરણિતા સારવારમાં
મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા આશાબેન ગોવિંદભાઈ અદગામ જાતે કોળી નામની ૨૫ વર્ષીય પરિણીતાને તેના ઘેર કોઈ બાબતે થયેલા ઝઘડામાં પતિએ છરી મારી દેતા તેણીને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં બીટ જમાદાર ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે આશાબેન પોતાના માતાના ઘરે ગયા હતા ત્યાં આવીને તેમના પતિ ગોવિંદભાઈએ અહીં કેમ આવી..? તેમ કહીને પીઠના ભાગે છરી મારી દીધી હતી જેથી કરીને આશાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા રમેશભાઇ ભીખાભાઇ ઠાકોર નામનો ૨૫ વર્ષીય યુવાન શક્તિ માતાના મંદિર પાસેથી વાહનમાં જતો હતો ત્યાં બાઈક સાથે બાઇક અથડાવાના બનેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી રમેશ ઠાકોરને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.