મોરબીમાં કેનાલ રોડ ઉપર નવી બનતી સાઈટ ઉપર શોર્ટ લગતા યુવાનનું મોત
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલા આપઘાતના પ્રયાસમાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલા આપઘાતના પ્રયાસમાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂપિયા પરત આપી દીધા હોવા છતાં પણ યુવાન તેમજ તેના ભાઈ અને પિતાને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેને સારવારમાં ખસેડાયો હતો ત્યાર બાદ તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે
મૂળ હળવદના કણબીપરામાં રામજી મંદિર પાસે રહેતા અને હાલમાં મહેન્દ્રનગર ગામે જીગ્નેશભાઈ પટેલના મકાનમાં ભાડે રહેતા ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા જાતે પટેલ (ઉંમર ૩૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવેશભાઈ મહેતા, અર્જુનભાઈ આહીર, આશિષભાઈ આહીર અને સોહિલભાઈ સુમરાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં ઉમેશભાઈ પારેજિયાએ જણાવ્યું હતું કે તેને આરોપીઓ પાસેથી જુદા જુદા સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જો કે, તેને તે રૂપિયા પરત આપી દીધા હોવા છતાં પણ અવારનવાર આરોપીઓ દ્વારા ફરિયાદી ઉમેશભાઈ તેમજ તેના ભાઈ અને તેના પિતાને ફોન કરીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ઉમેશભાઈ પાસે રૂબરૂ આવીને બળજબરીથી મૂદલ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી તેમજ તેના ભાઈને સોહીલભાઈ અને આશિષભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કંટાળી જઈને ઉમેશભાઈએ જુના ઘુટુ રોડ ઉપર બાપા સીતારામ મઢુલી પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી માટે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં ઉમેશભાઈએ ચારેય શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ અર્જુન દેવજીભાઇ કુંભરવાડિયા નામના શખ્સની ધરપકડ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે સોહિલભાઈ દાઉદભાઇ સુમરા (૨૧) રહે, વીરપરડા વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે