વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરફ્યુની અમલવારી બાબતે બેઠક યોજાઈ
વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું સેન્ટર આપવા શકીલએહમદ પીરઝાદાની રજૂઆત
SHARE
વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું સેન્ટર આપવા શકીલએહમદ પીરઝાદાની રજૂઆત
(શાહરુખ ચૌહાણ દ્વારા) તાજેતરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે જણસી ખરીદીવા માટેની જેહરત કરવામાં આવી છે ત્યારે વનકનેર્ણ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટેનું સેન્ટર આપવા એપીએમસીના ચેરમેન દ્વારા કલેકટર અને નાયબ જીલ્લા મેનેજર જીએસસીએસએલને રજૂઆત કરવામાં આવી છે
વાંકાનેર એ.પી.એમ.સી.ના ચેરમેન શકીલ એહમદ કે. પીરઝાદા દ્વારા તા.૨૨-૧-૨૦૨૨ના રોજ જીલ્લા કલેકટર અને નાયબ જીલ્લા મેનેજર જીએસસીએસએલને લેખીત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર વિસ્તારમા ચણાનુ મોટા પાયે વાવેતર થયેલ છે અને વર્ષ ૨૦૨૦–૨૧મા સરકારએ વાંકાનેર તાલુકામાં માર્કેટયાર્ડમાં ચણા ખરીદીનુ સેન્ટર શરુ કરેલ હતું જો કે, આ વખતે પણ વાંકાનેર માર્કેટયાર્ડને ચણા ખરીદીનુ સેન્ટર આપવામાં આવે તેવી માંગણી તેઓએ કરેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, હાલમાં ગ્રામ્ય વિસ્તારમા વી.સી. મારફત ખેડૂતોની નોંધણી થાય છે જો માર્કેટ યાર્ડમા સેન્ટર શરુ કરવામા આવશે તો માર્કેટયાર્ડ દ્વારા નોંધણી માટે અલગ રૂમની ફાળવણી કરવામાં આવશે અને માર્કેટયાર્ડ વાંકાનેરને ચણાનુ ખરીદ કેન્દ્ર આપવામા આવે તો માર્કેટ યાર્ડમા આવતા નાનામા નાના ખેડૂતોને તેનો લાભ મળશે