વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે ઘરે-હોસ્પિટલે ભોજન પહોચાડશે જય ગોપાલ ગ્રુપ
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરફ્યુની અમલવારી બાબતે બેઠક યોજાઈ
SHARE
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરફ્યુની અમલવારી બાબતે બેઠક યોજાઈ
(શાહરુખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરની અંદર આજ તા ૨૨ થી રાત્રી કરફ્યુની અમલવારી શરૂ થવાની છે ત્યારે શહેરના જુદા જુદા રાજકીય પક્ષના આગેવાનો તેમજ સામાજીક આગેવાનોને બોલાવીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એન.એ.વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં રાત્રી કર્ફ્યુની અમલવારી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને સરકાર દ્વારા રાત્રિના ૧૦ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ છે તેમાં વાંકાનેર શહેરના લોકો પણ હાલમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે જાહેર કરેલા કરફ્યુની અમલવારીમાં સાથ-સહકાર આપે તે માટે થઈને અધિકારી દ્વારા લોકોનો સહયોગ માંગવામાં આવ્યો હતો આ બેઠકમાં સકિલ પીરજાદા સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા