વાંકાનેર પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મૂકવા માટે અમુભાઈ ઠકરાણીએ કરી રજૂઆત
SHARE
વાંકાનેર પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મૂકવા માટે અમુભાઈ ઠકરાણીએ કરી રજૂઆત
વાંકાનેર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસર ન હોવાના કારણે વિકાસ કામો અટકી ગયા છે જેથી કરીને વાંકાનેર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર મુકવામાં આવે તેવી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે
મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠકરાણી દ્વારા હાલમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે વાંકાનેર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસર ન હોવાના કારણે વિકાસ કામો અટકી ગયા છે અને લોકોની સુખાકારીના કામકાજને વેગ આપી શકાતો નથી તેમજ વાંકાનેર નગર પાલીકામાં હાલમાં અપક્ષ સત્તા ઉપર બેઠેલ છે ત્યારે ભ્રષ્ટાચારએ પણ પાલિકામાં માઝા મૂકી છે જેથી કરીને કડક અધિકારીને વાંકાનેર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવે તેવી માગણી કરેલ છે