જયાં ભાજપે વર્ષો રાજ કર્યુ ત્યાં અનહદ વિકાસ : ટંકારા પોસ્ટ ઓફિસને પોતાનું સરનામું જ નથી !, તાલુકાની ૧૬ બ્રાન્ચ પણ ભાડાપેટે..!
26-01-2022 07:04 PM
SHARE
JOIN OUR GROUP
જયાં ભાજપે વર્ષો રાજ કર્યુ ત્યાંઅનહદ વિકાસ : ટંકારા પોસ્ટ ઓફિસને પોતાનું સરનામું જ નથી !, તાલુકાની ૧૬ બ્રાન્ચ પણ ભાડાપેટે..!
નવી અદ્યતન ઓફીસ બનાવવા ઉઠી લોકમાંગ : આઝાદી પછી પણ તાલુકા મથકે ભાડેથી બેસવું પડે તે પણ આશ્ચર્ય
મોરબી જિલ્લો વર્ષોથી ભાજપનો ગઢ હતો.દરમિયાનમાં પાટીદાર આંદોલન અવતા કોંગ્રેસ અમુક જગ્યાઓએ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી હતી હાલ ટંકારા-પડધરી વિસ્તાર કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધો છે અને ધારાસભ્ય તરીકે હાલ ત્યાં લલીતભાઈ કગથરા કાર્યરત છે જોકે ત્યાં વર્ષોથી મોહનભાઈ કુંડારીયા ભાજપના ધારાસભ્ય તરીકે હતા.છતાં વર્ષો બાદ પણ ટંકારામાં પોસ્ટ ઓફિસનું પોતાનું બીલ્ડીંગ નથી..! અને તે ઉપરાંત ટંકારા તાલુકાની જુદી-જુદી ૧૬ જેટલી બ્રાંચો પણ ભાડાના મકાનમાં જ બેસે છે..! આને કઈ જાતનો વિકાસ કહેવો..?
દુનિયામાં ટેકનોલોજીનો ઉદય ન હતો ત્યારે કોઈપણ સંદેશો એક ગામ કે શહેરથી અન્ય ગામ કે શહેર સુધી પહોંચાડવા માટે એક માત્ર પોસ્ટ ઓફિસની સેવા ઉપલબ્ધ હતી.હાલમાં આંગળીના ટેરવે કોઈપણ ક્ષણે બીજી વ્યક્તિ સાથે વાત થઇ શકે છે.ત્યારે પણ ટપાલનો યુગ પુરો થયો નથી અને કાગળની આપ-લે અને સરકારી નોટિસ સહિતનો ટપાલ વ્યવહાર ચાલુ જ છે.આવા આધુનિક સમયમાં આઝાદી પૂર્વેથી કાર્યરત ટંકારા પોસ્ટ ઓફિસને પોતાનુ કાયમી સરનામું જ નથી..! તેમજ ટંકારા પોસ્ટ ઓફિસની હેઠળ આવતી ૧૬ જેટલી બ્રાંચ ઓફીસ પણ ભાડાપેટે ચાલી રહી છે..! ત્યારે સરનામા સુધી પહોંચતી પોસ્ટ સેવા સંસ્થાને કાયમી સરનામું મળે એવી લોકમાંગ ઉઠી રહી છે. હાલમાં ટંકારાની પોસ્ટ ઓફિસ દયાનંદ ચોક સ્થિત નાનકડા મકાનમા ભાડેથી ચાલે છે. જેમાં સંકળાશ પડે છે અને પૂરતી સેવાઓનો પણ અભાવ છે.આથી, કુરિયર માટે પ્રાઈવેટ સર્વિસ તરફ લોકોને જવુ પડ્યુ છે.જે લાંબા ગાળે સરકારી સંસ્થા એવી પોસ્ટ ઓફિસને નુકસાનકારક થઇ શકે છે.આવી પરિસ્થિતિમાં ટંકારા પોસ્ટ ઓફિસનુ કાયમી સરનામું મળે અને તાલુકા કક્ષાની આધુનિક ઓફીસ કાર્યરત કરવાની માંગ ઉઠી રહી છે.