મોરબી જીલ્લામાં સોમવારે કોરોના 125 કેસ: એક્ટિવ કેસની સંખ્યા 1577
SHARE
મોરબી જીલ્લામાં સોમવારે કોરોના 125 કેસ: એક્ટિવ કેસની સંખ્યા 1577
મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બુધવારે મોરબી જિલ્લાની અંદરથી 1014 સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી કોરોનાના નવા 125 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને અગાઉ જે લોકોને કોરોના આવેલ હતો તેમાથી 265 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે અને આજની તારીખે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા 1577 થઈ ગયેલ છે
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં કોરોનાનો કેસ આવવા લાગ્યા છે મોરબી જીલ્લામાં બુધવારે 1014 લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાથી 125 કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવેલ છે જો કે, કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે કોરોનાનું સંક્રમણ લોકોને કેવી રીતે લાગી રહ્યું છે તે સામે આવતુ નથી અને સતત કેસ વધી રહ્યા છે તો પણ લોકોમાં હજુ પણ બેદરકારી યથાવત છે જો કે, કરફ્યુની શનિવાર રાતથી અમલવારી પછી કેસની સંખ્યામાં બહુ મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી જો તાલુકા વાઇઝ આંકડા ઉપર નજર કરીએ તો મોરબીમાં ૧03, વાંકાનેરમાં 6, હળવદમાં 8, ટંકારામાં 5 અને માળીયા તાલુકામાં 3 કોરોનાના કેસ નોંધાયેલ છે