મોરબી જિલ્લામાં વર્ષોથી સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ નંબર પ્લેટ વગર દોડતા ૬૨ ટ્રક-ડમ્પર ડિટેઇન !?
SHARE
મોરબી જિલ્લામાં વર્ષોથી સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ નંબર પ્લેટ વગર દોડતા ૬૨ ટ્રક-ડમ્પર ડિટેઇન !?
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં વર્ષોથી નંબર પ્લેટ વગરના ટ્રક અને ડમ્પર મોટા પ્રમાણમા દોડી રહ્યા છે અને માતેલા સાંઢની જેમ રોડ ઉપર દોડતા આ વાહનો અવાર નવાર નાના મોટા અકસ્માતો પણ સર્જે છે જો કે, તેમાં નંબર પ્લેટ ન હોવાથી અકસ્માત સર્જીને નાશી ગયેલા વાહન ચાલકને શોધવા મુશ્કેલ બને છે તો પણ સ્થાનિક પોલીસે દ્વારા આવા નંબર પ્લેટ વગર વાહનોને પકડવા માટે કામગીરી કરવામાં આવતી નથી જેથી તેઓની મીઠી નજર હેઠળ જ આવા વાહનો ઓવરલોડેડ માલ લઈને તેની હેરફેરી કરતાં હોય છે જો કે, છેલ્લા ત્રણેક દિવસથી જિલ્લા ટ્રાફિક પોલીસની મેદાનમાં ઉતારી છે અને ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં ૬૨ ટ્રક-ડમ્પર સહિતના વાહનો ડિટેઇન કરવામાં આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ખનીજ ચોરી બેફામ કરવામાં આવે છે અને ગેરકાયદે ખનીજની હેરફેરી માટે મોટાભાગે નંબર પ્લેટ વગરના ટ્રક અને ડમ્પરનો ઉપયોગ કરવામાં આવે છે અને આ વાહનો અવાર નવાર અકસ્માતો સર્જે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે અકસ્માત સર્જીને નાશી ગયેલા નંબર પ્લેટ વગરના ટ્રક અને ડમ્પરને શોધવા મુશ્કેલ બને છે આ પીડાથી સ્થાનિક પોલીસ વાકેફ હોવા છતાં પણ આજ સુધીમા કયારે પણ આવા નંબર પ્લેટ વગરના ટ્રક અને ડમ્પરની સામે સ્થાનિક પોલીસ દ્વારા કડક હાથે કામ કરવામાં આવ્યું નથી કેમ કે, તેઓની મીઠી નજર હેઠળ જ તો આ નંબર પ્લેટ વગરના ટ્રક અને ડમ્પર સહિતના વાહનો ચાલતા હોય છે તેવું કહીએ તો તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં હાલમાં વાહન નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડાએ અધિકારીઓને સૂચના આપેલ છે જેથી છેલ્લા ત્રણ દિવસથી જીલ્લામાં સ્પેશિયલ વાહન ચેકીંગ ડ્રાઇવ રાખવામા આવેલ છે અને ત્રણ દિવસમાં નંબર પ્લેટ વગરના ટ્રક અને ડમ્પર સહિતના ૬૨ વાહનો પકડવામાં આવેલ છે
અત્રે ઉલેખનીય છે કે, માત્ર ત્રણ દિવસ મોરબી જીલ્લામાં નંબર પ્લેટ વગરના ટ્રક અને ડમ્પર સહિતના વાહનોને શોધવા માટે જે સ્પેશિયલ વાહન ચેકીંગ ડ્રાઇવ રાખવામા આવેલ હતી તેમાં ૬૨ વાહનો નંબર પ્લેટ વગર દોડતા પકડાયેલ છે જો આવી ઝુંબેશને કાયમી કરવામાં આવે તો ઘણા વાહનો નંબર પ્લેટ વગરના મળી આવે તેમ છે પરંતુ ખનીજની ગેરકાયદે હેરફેરી કરનારા વાહન ચાલકો દ્વારા મોટા પ્રમાણમા હપ્તા આપવામાં આવે છે જેના લીધે ગેરકાયદે દોડતા વાહનોની સામે આંખ આડા કાન કરવામાં આવે છે અને આવા વાહનો બેફામગતિએ દોડતા હોય છે જે અવાર નવાર અકસ્માત સર્જતા હોય છે અને ઘણી વખત નિર્દોષ લોકોના જીવ પણ અકસ્માતમાં જાય છે ત્યારે લોકોને જીવ બચવવામાટે મોરબી જીલ્લામાં નંબર પ્લેટ વગર દોડતા ટ્રક, ડમ્પર, આઇસર સહિત વાહનોની સામે કોઇની પણ શહેશરમ રાખ્યા વગર પોલીસ દ્વારા નિયમિત રીતે કામ કરવામાં આવે ટે જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે