વાંકાનેરના મેસરીયા પાસે કારખાનાનું કામ રાખનારા યુવાનને કુહાડી બતાવીને ૩ શખ્સોએ આપી મારી નાખવાની ધમકી
હળવદના રણમલપુર ગામે વાડીએ જુગાર રમતા છ શખ્સો ૧.૧૨ લાખના મુદામાલ સાથે ઝડપાયા
SHARE
હળવદના રણમલપુર ગામે વાડીએ જુગાર રમતા છ શખ્સો ૧.૧૨ લાખના મુદામાલ સાથે ઝડપાયા
હળવદ તાલુકાના રણમલપુર ગામે વાડીએ જુગાર રમતા હોવાની બાતમી હળવદ તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વાડીના માલિક સહિત કુલ મળીને છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧.૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામે સુરેશભાઈ જગદીશભાઈ પારેજીયા જાતે પટેલની વાડીએ જુગાર રમતા હોવાની બાતમી હળવદ તાલુકા પોલીસને મળી હતી જેથી પોલીસે સુરેશભાઈની વાડીએ જુગારની રેડ કરી હતી ત્યારે વાડીના માલિક સુરેશભાઈ જગદીશભાઈ પારેજીયા, હસમુખભાઈ હરખાભાઈ જાલોરીયા, દિલીપભાઈ કરસનભાઈ વામજા, હસમુખભાઈ અંબાલાલ શાહ, જગદીશભાઈ કેશવજીભાઇ દલસાણીયા અને હરેશભાઈ દલીચંદભાઈ લોરીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧,૧૨,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
સરતાનપર જુગાર
વાંકાનેર તાલુકામાં આવતી સરતાનપર રોડ ઉપર ચોકડી પાસે જાહેરમાં ચલણી નોટના આધારે બે શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઉદયભાઇ રમેશભાઈ ઝરવરીયા જાતે કોળી (ઉંમર ૨૬) રહે. હાલ સરતાનપર મૂળ તરકીયા અને વિપુલભાઈ ટીસાભાઈ સારલા જાતે કોળી (ઉંમર ૨૧) રહે ભીમગુડા વાળા ચલણી નોટના આધારે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે ચારસો રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી