હળવદના રણમલપુર ગામે વાડીએ જુગાર રમતા છ શખ્સો ૧.૧૨ લાખના મુદામાલ સાથે ઝડપાયા
ટંકારાના નેકનામ ગામે પરિણીતાએ વાડીએ ઝેરી દવા પી લેતા રાજકોટ સારવારમાં ખસેડાઇ
SHARE
ટંકારાના નેકનામ ગામે પરિણીતાએ વાડીએ ઝેરી દવા પી લેતા રાજકોટ સારવારમાં ખસેડાઇ
ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નેકનામ ગામે પૃથ્વીસિંહ દરબારની વાડીએ રહેતાં જીવણભાઈ વસુનિયા જાતે આદિવાસીના પત્ની રૂખાબેન (ઉમર ૨૫) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાએ ઝેરી દવા પી લીધા બાદ તેના પતિ હોસ્પિટલે સારવાર માટે લઇને આવ્યા હતા અને પરિણીતાનો લગ્નગાળો ત્રણ વર્ષનો છે તેને સંતાન નથી તેવું હાલમાં જાણવા મળેલ છે જોકે પરિણીતાએ કયા કારણોસર ઝેરી દવા પીધી છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે
યુવાન ગુમ
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની શેરી નંબર-૧૮ માં રહેતા અશ્વિનભાઈ વશરામભાઈ વિરમગામા જાતે પટેલ (ઉંમર ૩૪) પોતાની રૂમેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને હાલ આ યુવાન ગુમ થયેલા હોવાથી તેના નાના ભાઈ જીગ્નેશભાઈ વશરામભાઈ વિરમગામા (૩૨)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાનો ભાઈ ગુમ થયો હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુદા ફરિયાદ લઈને યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે