મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ અને ગામની બહેનો પ્રદેશ કલા મહાકુંભમાં પ્રતિનિધિત્વ કરશે


SHARE









ટંકારાના હરબટીયાળી ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ અને ગામની બહેનો પ્રદેશ કલા મહાકુંભમાં પ્રતિનિધિત્વ કરશે

મોરબી જીલ્લા કક્ષાનો કલા મહાકુંભ વાંકાનેર નજીક આવેલ મહંમદી લોકશાળા ખાતે યોજાયો હતો જેમાં હરબટીયાળી પ્રાથમિક શાળાના ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ પ્રાચીન ગરબામાં તથા હરબટીયાળી ગામની બહેનોનું ગ્રુપ સહિયર ક્લાવૃંદ પ્રાચીન રાસમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયેલ છે. આ બંને ગ્રુપને બંને રાસ હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેને તૈયાર કરાવ્યા હતા. જેમાં સાજીંદા તરીકે સંઘાણી સરોજબેન, સંઘાણી જયપ્રકાશભાઈ, સંઘાણી હર્ષદભાઈ, ઢેઢી નાથાભાઇ, સંઘાણી નૌતમભાઈ તેમજ દુબરીયા અંબારામ ભાઈએ સેવા આપી હતી. હવે તેઓ મોરબી જીલ્લાનું તથા હરબટીયાળી ગામનું પ્રતિનિધિત્વ પ્રદેશ કક્ષાએ કરશે. આ તકે હરબટીયાળી શાળાના આચાર્ય મગનભાઈ ઉજરીયાએ તેમજ ગામના સરપંચ સંઘાણી સરોજબેન અને ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ-બહેનોએ બંને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News