મોરબી નજીક યુવાનની હત્યા કરીને લાશને પેટ્રોલ છાંટીને સળગાવવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ
SHARE









મોરબી નજીક યુવાનની હત્યા કરીને લાશને પેટ્રોલ છાંટીને સળગાવવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે હત્યા કરીને સળગાવેલી હાલતમાં પાંચ વર્ષ પહેલા યુવાનની લાશ મળી હતી જે હત્યાના બનાવની મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી પરંતુ હત્યા કોની કરવામાં આવી હતી અને હત્યારો કોણ છે તેની કોઇની પાસે માહિતી ન હતી જો કે, શંકાના આધારે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવેલ હતો જેના રિપોર્ટના આધારે મોરબી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને હાલમાં આ ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનીહદમાં પાંચ વર્ષ પહેલા મરણ જનાર અજાણયા પુરુષ આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાની અર્ધ સળગેલ ડેડ બોડી મળી આવેલ હતી જેની તપાસમાં એસઓજીના સતિષભાઇ ગરચરને ખાનગી હકીકતથી જાણવા મળેલ કે, ૨૦૧૭ માં ધાંગધ્રામાં સીટી વિસ્તારમાંથી સામજીભાઇ ખીમાભાઇ સોનગ્રા રહે. સોની તલાવડી વાળા ગુમ હતા જેઓ પરત મળી આવેલ નથી અને જેથી તેની માતા ચંપાબેન તથા ભાઇ જીતેન્દ્રભાઇ ખીમાભાઇને મરણ જનારની અંગત વસ્તુઓ બતાવી હતી અને માતા તથા ભાઇના ડીએનએ સેમ્પલ લેવડાવી એફએસએલ ખાતે મોકલતા ડી.એન.એ. રીપોર્ટમાં સામ્યતા આવી હતી માટે આ ડેડ બોડી સામજીભાઇ ખીમાભાઇ સોનગ્રાની હોવાની ખરાઇ થઈ હતી
ત્યાર બાદ માતા અને ભાઇની પુછપરછમાં સામજી જયારે ગુમ થયેલ ત્યારે તેનો મિત્ર જયેશભાઇ ચમનભાઇ રંગાડીયા રહે. સોની તલાવડી ધાંગધ્રા વાળા પાસે રીક્ષાના પૈસા લેવા જવાનું કહી મોરબી ગયેલ હતા અને પરત આવેલ નથી તેવી માહિતી સામે આવી હતી જેથી જયેશને શોધવામાં આવી રહ્યો હતો અને તે અમદાવાદ હોવાની માહિતી મળી હતી જેથી ત્યાં જઈને તેને લઈ આવીને પુછપરછ કરતા તે ભાંગી પડેલ હતો અને તેને સામજી સાથે રીક્ષાના પૈસાની લેતી - દેતી હોય જે બાબતે બંન્ને વચ્ચે બોલાચાલી થયેલ હતી અને અન્ય આરોપીઓ સાથે મળીને સામજીને પૈસા લેવા મોરબી બોલાવેલ હતો અને જયેશે તેના મિત્ર પ્રવિણભાઇ અને મુકેશભાઇ રહે. બંન્ને ગોકુળ નગર, મોરબી વાળા સાથે મળી મોરબી રફાળેશ્વર અને જોધપરનદી પાસે સ્કુલની પાછળ અવાવરૂ જગ્યાએ લઇ જઈને આરોપી જયેશ, મુકેશ અને પ્રવિણે મળી માથામાં જંપરના પાઇપ મારીને તેની હત્યા કરી હતી
ત્યાર બાદ લાશનો નિકાલ કરવા માટે લાશ પર પટ્રોલ છાંટીને તેને સળગાવી દઇને ત્યાંથી આરોપીઓ નાશી ગયેલ હતા આ ગુનામાં પહેલા આરોપી જયેશને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને લાવ્યા હતા અને તે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને તપાસ દરમ્યાન હત્યાના આ ગુનામાં સંડોવાયેલા સહ આરોપી પ્રવિણ નારણભાઇ કણજારીયા (૨૮) મૂળ જીવાપર (આમરણ) હાલમાં રહે ગોકુળનગર મોરબી તથા મુકેશ મનસુખભાઇ ડાભી (૩૦)રહે. મૂળ ગાંધીનગર તાલુકો મોરબી અને હાલમાં રહે ગોકુળનગર મોરબી વાળાઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે
