મોરબી નજીકથી ગેરકાયદેસર-ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને ખાણ ખનીજની ટીમે જપ્ત કર્યા
મોરબીના કેરાળી ગામે વીજ અધિકારી-કર્મચારી ઉપર હુમલો કરનારા ચાર આરોપીની ધરપકડ
SHARE









મોરબીના કેરાળી ગામે વીજ અધિકારી-કર્મચારી ઉપર હુમલો કરનારા ચાર આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના કેરાળી ગામે વીજ ચેકિંગ કરવા માટે વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓની ટીમ થોડા દિવસો પહેલા પહોંચી હતી ત્યારે એક મકાનમાં મીટર ડાયરેક્ટ ચાલતું હતું જેથી કરીને અધિકારીએ તે મીટર ઉતારી લીધું હતું જેથી ઘરધણી, તેના દીકરો તેમજ અન્ય બે વ્યક્તિઓએ તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ અધિકારી અને કર્મચારીને લાકડી વડે અને લાફા ઝીકિને માર માર્યો હતો જેથી અધિકારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને હાલમાં આ ગુનામાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરેલ છે
ધ્રોલના ગાંધી ચોક પાસે આવેલ રોયલ ગ્રીન સોસાયટીમાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા અધિકારી જીતેન્દ્રભાઈ અશોકભાઈ રાજા જાતે સુધી લુહાણા (ઉંમર ૨૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સવજીભાઈ અરજણભાઈ, સવજીભાઈ અરજણભાઈનો દીકરો, અમુભાઈ હુંબલ તેમજ એક અજાણ્યા શખ્સ સામે ફરજમાં રૂકાવટ કરીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તા, ૨૮/૧ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં તેઓ પોતાની ટીમ સાથે કેરાળી ગામે વીજ ચેકિંગ માટે પહોંચ્યા હતા અને ત્યારે આરોપી સવજીભાઈ અરજણભાઈના ઘરે મીટર ડાયરેક્ટ ચાલુ હોવાથી તેઓના ઘરેથી મીટરને ઉતારી લેવામાં આવ્યું હતું જેથી સવજીભાઇ અરજણભાઈ, તેના દીકરા અને અમુભાઈ હુંબલે તેને ગાળો આપી હતી ત્યારબાદ જીતેન્દ્રભાઈ પોતાની ગાડી તરફ જતા હતા ત્યારે પાછળથી એક અજાણ્યા શખ્સે આવીને તેને લાકડીથી માર માર્યો હતો અને સવજીભાઈએ ફરિયાદીને તેની ગાડીમાંથી કોલર પકડીને નીચે ઉતારીને સવજીભાઈ, તેના દિકરા અને અમુભાઈએ તેઓને બે થી ત્રણ લાફા ઝીકયા હતા તેમજ તેની સાથે રહેલા વીજ કંપનીના કર્મચારી સુરજભાઈ ગોવિંદભાઈ મરડીયા (૨૭)ને પણ માર મારીને મુંઢ ઈજાઓ કરી હતી જેથી આ ચારેય શખ્સોની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો હાલમાં પોલીસે સવજીભાઈ અરજણભાઈ હુંબલ (૭૩), મનસુખભાઈ સવજીભાઈ અરજણભાઈ (૪૧), અમુભાઈ રાણાભાઈ હુંબલ (૫૩) અને મનવીર બીજલભાઈ બાલાસરા (૩૯) રહે, બધા જ કેરાળી વાળાની ધરપકડ કરેલ છે
