વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીરના શિખર ઉપર ધ્વજા સ્થંભની સ્થાપના કરાઇ
SHARE
વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીરના શિખર ઉપર ધ્વજા સ્થંભની સ્થાપના કરાઇ
મોરબી જીલ્લામાં આવતા વાંકાનેરમાં સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીર ખાતે નિજ મંદિર ઉપર મહંત રતિલાલજી ત્રિવેદીની પ્રેરણાથી ધર્મ ધ્વજાજીનો નૂતન સ્થંભની સ્થાપના સોમવાર મહાસુદ ૧૩ના રોજ કરવામાં આવેલ છે અને આ ધ્વજા સ્થંભના દાતા વિનુભાઈ દોમડિયા પરિવાર છે અને ત્યારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરી ધ્વજા સ્થંભની પુજા કરીને મંદીરના શિખર પર સ્થાપના કરવામાં આવ્યું છે અને આ શુભ અવસરે મોટી સંખ્યામા ભકતજનો ઉપસ્થિત રહેલ હતા અને સ્થંભ ૧૫૦ કિલો પીત્તળમાંથી બનાવવામાં આવેલ છે અને આ સ્થંભની સ્થાપના માટે લઘુમહંત જીતેન્દ્ર પ્રકાશજી ત્રિવેદી તેમજ જડેશ્વર મહાદેવ પ્રબંધ સમિતિના સભ્યો તેમજ અન્ય ભક્તજનોએ ખુબ જ સાથ સહકાર આપ્યો હતો