મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા


SHARE













ટંકારાના વીરપર ગામે જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા

ટંકારા તાલુકાના વીરપર ગામે નદીના વોકળા પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યાથી ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા હતા તેમજ તેની પાસેથી ૧૫૨૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના વીરપર ગામે નદીના કાંઠે જુગાર રમતા હોવાની ટંકારા તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે પ્રભુભાઈ પરષોત્તમભાઇ ઉઘરેજા, મગનભાઈ ભાણાભાઈ રાકાણી અને રવજીભાઈ રતાભાઇ બાવરવા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૫૨૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મકરાણીવાસ જુગાર

મોરબીના મકરાણીવાસ પાસે વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવા ગઇ હતી ત્યારે ઈસ્માઈલ હુસેનભાઈ બ્લો જાતે મકરાણી (ઉમર ૨૫) નામનો શખ્સ વરલીના આંકડા લેતો હતો અને રૂપિયાની લેતી દેતી કરતો હતો જેથી જુગાર રમાડતા શખ્સ પાસેથી ૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News