હળવદના ધરતીનગરમાં મિત્રનો ફોન ઉપાડનાર યુવાન ઉપર તલવાર-છરી વડે બે શખ્સોએ કર્યો હુમલો..!
SHARE
હળવદના ધરતીનગરમાં મિત્રનો ફોન ઉપાડનાર યુવાન ઉપર તલવાર-છરી વડે બે શખ્સોએ કર્યો હુમલો..!
હળવદના ધરતીનગર સોસાયટી વિસ્તાર પાસે મિત્રના ફોનમાં આવેલ ફોનને ઉપાડતા યુવાનને બે શખ્સો દ્વારા ગાળો આપવામાં આવી હતી અને ત્યાર બાદ તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમજ છરી વડે પગમાં ઘા મરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને તેણે હાલમાં બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા ગોવિંદભાઇ લાલાભાઇ દોરાલા જાતે ભરવાડ (ઉ ૨૬)એ તેના મિત્ર મુન્નાભાઈના ફોનમાં આરોપી જીતેન્દ્રસિંહ દરબારે કરેલ ફોન ઉપાડ્યો હતો અને તેણે વાતચીત કરતા આરોપીને સારું નહીં લગતા આરોપીઓએ તેને ફોનમાં ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ, લાકડાના ધોકા, તલવાર અને છરી વડે જીતેન્દ્રસિંહ દરબાર અને રાજદીપસિંહ દરબાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ધરતીનગર સોસાયટી પાસે તેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને હાથે પગે ઈજાઓ થઈ હતી અને બંને પગમાં છરીના ઘા ઝીકયા હતા જેથી ઇજા પામેલા ગોવિંદભાઇને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા ગોવિંદભાઈ દ્વારા સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીતેન્દ્રસિંહ દરબાર અને રાજદીપસિંહ દરબાર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.