મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે મોરબી, માળિયા અને ટંકારાના ૫ ગામો માટે ૬૪.૩૬ લાખના નવા સંપ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવનાર ચાર શખ્સો પાસેથી પોલીસે ૧૧.૫૦ લાખ અને ચાર કાર કબજે કરી: આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવનાર ચાર શખ્સો પાસેથી પોલીસે ૧૧.૫૦ લાખ અને ચાર કાર કબજે કરી: આરોપી જેલ હવાલે

મોરબીના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી ૨૨ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેની વૃદ્ધે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એલસીબીની ટીમે બે મહિલા સહિત છ આરોપીઓની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ અગાઉ બે મહિલા આરોપીને જેલ હવાલે કરવામાં આવી છે જો કે, ચાર આરોપીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા તેની પાસેથી પોલીસે ૧૧.૫૦ ની રોકડ અને ચાર કાર કબજે કરીને અને આરોપીના રિમાન્ડ પૂર થતા તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા રામજીભાઇ હરીભાઇ પરેચા જાતે પટેલ (ઉ-૬૮)ને બે મહિલા સહિત છ શખ્સો દ્વારા શિકાર બનાવવા આવ્યા હતા અને તેની પાસેથી ૨૨ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલા વૃદ્ધે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી (૩૫), અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા જાતે આહિરા વાણંદ (૨૭), પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ રેણુકા જાતે બારોટ (૩૨), અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ બોરાણા જાતે રાવળ (૩૨), ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિતભાઇ નાગલા જાતે આહિરા વાણંદ (૩૫) અને ઉષાબેન સંજયભાઈ પટેલ (૪૦)ની થોડા દિવસો પહેલા ધરપકડ કરી હતી અને બે મહિલા આરોપીને અગાઉ જેલ હવાલે કરવામાં આવી હતી જો કે, ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી પોલીસે તપાસ દરમ્યાન આરોપીઓ પાસેથી ૧૧.૫૦ લાખની રોકડ અને ચાર કારને કબજે કરી છે અને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News