મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ


SHARE









મોરબીમાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

મામલતદાર કચેરી, મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા મોરબીની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશનમાં કુલ આઠ સ્પર્ધકો સર્વ કલ્પનાબેન પરમાર, મીનાબેન માકડીયા,નયનાબેન ભટ્ટ  પ્રણવભાઈ ઠાકર, સંગીતાબેન પંડ્યા, કુલસુમ ઠેબા, કુદનબેન કુબાવત, ક્રિષ્નાબેન ઓરિયા વગેરેએ વિવિધ વાનગી જેવી કે ડાળ-ઢોકળી, પુલાવ ભાત, ચણા મસાલા, વઘારેલા ભાત, વગેરે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કુલ આઠ નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 400 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા પ્રથમ નબર મીનાબેન માકડીયાને 5000/-, દ્વિતીય સંગીતાબેન પંડ્યા નંબરને 3000/- અને તૃતીય નંબર ક્રિષ્નાબેન વ્યાસને 2000/- ચેકથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા સ્પર્ધામાં નાયબ મામલતદાર ઓમદેવસિંહજી જાડેજા,  નાયબ મામલતદાર મધ્યાહ્નન ભોજન મામલતદાર કચેરી એસ.જે.ઠુમર, સીડીપીઓ ભાવનાબેન ચારોલા, રમેશભાઈ કાલરીયા, ખુશ્બુબેન રૂપાપરા, આરતીબેન હણ, અરતીબેન મકવાણા વગેરે મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ તેમજ મહાદેવભાઈ ઉંટવાડીયા પ્રમુખ મધ્યાહ્નન સંચાલક મંડળ મોરબી જિલ્લો તેમજ હર્ષદભાઈ ઉંટવાડિયા સંચાલક માધાપરવાડી કન્યા શાળા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું




Latest News