મોરબીના સોઓરડી વિસ્તારમાં કાઉન્સિલરના ફોન બાદ તાત્કાલિક ગટર સાફ
મોરબી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનો દબદબો
SHARE
મોરબી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનો દબદબો
ખેલમહાકુંભ ૨૦૨૨ની મોરબી તાલુકા કક્ષાની રમતો રમાઈ રહી છે તેમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ શાનદાર દેખાવ કર્યો છે અને નવયુગની વિજયકુચને આગળ ધપાવી છે. જીવનમાં શ્રેષ્ઠ ભણતરની સાથે રમત ગમત થકી શારિરીક વિકાસનું પણ એટલું જ મહત્વ રહેલું છે. નવયુગની વિદ્યાર્થીનીઓ ભણવામાં તો અવ્વલ છે જ પણ સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ સર્વોત્તમ દેખાવ કરીને નવયુગનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીનીઓએ ખેલમહાકુંભ ૨૦૨૨ ની તમામ રમતોમાં ક્રમાંક હાંસલ કરેલ છે.જેમા વોલીબોલ ટીમે પ્રથમ, ખો-ખો ટીમે પ્રથમ, કબડ્ડી ટીમે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.તેમજ ઊંચી કુદમાં શિતલ કંઝારીયાએ પ્રથમ, લંગડી ફાળ કુદમાં શિતલ કંઝારીયાએ પ્રથમ, બરછી ફેંકમાં સપના રાજપરાએ પ્રથમ, ૮૦૦ મી દોડમાં શાહીનબાનુ કડીવારે પ્રથમ, ૪૦૦ મી દોડમાં જાગૃતિ ખરચરીયા પ્રથમ, ચેસમાં રજની અઘેરા પ્રથમ તેમજ યોગમાં તન્વી અઘારાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. જયારે બરછી ફેંકમાં જાગૃતિ ખરચરીયાએ દ્વિતીય, ચક્ર ફેંકમાં જોષી રૂત્વીએ દ્વિતીય, લાંબી કૂદમાં ભૂમિ મકવાણાએ દ્વિતીય, ૨૦૦ મી દોડમાં શાહીનબાનુ કડીવારે દ્વિતીય, ચેસમાં નસીમ કડીવારે દ્વિતીય અને યોગમાં જીલ કાંજીયાએ દ્વિતીય નંબર તેમજ લાંબી કૂદમાં સપના રાજપરાએ તૃતીય, ગોળા ફેંકમાં ભૂમિ મકવાણાએ તૃતીય, બરછી ફેંકમાં પૂજા બરાસરાએ તૃતીય, ચક્ર ફેંકમાં પૂજા બરાસરાએ તૃતીય અને યોગમાં ગુલશદ શેરસીયાએ તૃતીય નંબર મેળવીને શાનદાર પર્ફોર્મન્સ કરતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા, પ્રિન્સિપાલ ડો. વરૂણ ભીલા, કોચ હેત્વી સુતરીયા સહિતનાએ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.









