મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલનો વર્કશોપ યોજાયો


SHARE









મોરબી જિલ્લા પંચાયતમાં ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલનો વર્કશોપ યોજાયો

મોરબી જીલ્લા પંચાયત સભાખંડમાં ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલનો વર્કશોપ યોજાયો હતો જેમાં તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે મોરબી જીલ્લાના તમામ બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટરની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું ત્યાર બાદ ડીસ્ટ્રીક્ટ ટ્રેનીંગ સેન્ટરના કો- ઓર્ડીનેટર ડો.ધવલ રાઠોડ દ્વારા તમામ તાલીમાર્થીઓને તમાકુના વ્યસનની આર્થિક અસરો, શારીરિક અસરો, તમાકુનું સમાજમાં રાજ્યમાં દેશમાં પ્રમાણ, તમાકુ છોડવા માટે શું-શું કરી શકાય વગેરે બાબતોને વરી લેતા પ્રેઝન્ટેશન દ્વારા તાલીમાર્થીઓને માહિતગાર કરેલ હતા ત્યારબાદ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા દ્વારા મોરબી જીલ્લાની તમામ શાળાને તમાકુ મુક્ત બનાવા માટે તમામ વિભાગો સાથે મળીને કઈ રીતે કાર્ય કરવું તે અંગે વિશેષ ચર્ચા કરેલ છે ત્યારબાદ નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સી.સી.કાવર દ્વારા તમાકુના વ્યસનનો મુદ્દો, શાળાના એક મૂલ્યાંકન તરીકે આવરી લેવા અને તમાકુ મુક્ત શાળા બનાવવા અને તેની એક સયુંકત યાદી બનાવા અંગે માહિતી આપેલ હતી આ કાર્યક્રમના અંતમાં સોશ્યલ વર્કર તેહાન એમ. શેરસીયા દ્વારા જરૂરી માહિતી આપી હતી અને તમાકુના વ્યસનને દુર કરવા અનુરોધ કર્યો હતો.




Latest News