મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

ટંકારાના નાયબ મામલતદાર ખેલ મહાકુંભમાં ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિજેતા


SHARE









ટંકારાના નાયબ મામલતદાર ખેલ મહાકુંભમાં ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિજેતા

ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યના રમતવીરો માટે પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવી રહ્યું છે અને તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષા સુધી તેની આવડત ઉજાગર કરવાનો મોકો મળે છે ત્યારે ટંકારા મામલતદાર કચેરી ખાતે રેવન્યુ વિભાગના નાયબ મામલતદાર મિતેષ પટેલે ઓપન ટેનિસ ટૂર્નામેંટમાં વિજેતા બનેલ છે અને બિજા ક્રમે હળવદના રાજેશ રૂપાલા અને ત્રિજા ક્રમે ધનાળાના શિક્ષક રમેશભાઈ સૌલંકી રહ્યા હતા આ ત્રણેય રમતવીરો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. આવી જ રીતે ખેલ મહાકુંભ અંતર્ગત જોધપર (નદી) ખાતે ઓપન ચારસો મીટર દોડ સ્પર્ધામાં "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીમા વિજ્ઞાન કેન્દ્ર સહાય તરીકે ફરજ બજાવતા અને ભવિષ્યમા આર્મીની તૈયારી કરતા નિમાવત સ્મિત અશોકભાઈ  અને અબાસણીયા દિનેશ સુરેશભાઈ તેઓએ  તાલુકા કક્ષા ઓપન કેટેગરીમાં દ્વિતિય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેથી લોક વિજ્ઞાન કેન્દ્રના એલ.એમ. ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટે તેને શુભકામના આપેલ છે




Latest News