મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદના સુખપર કેનાલમાં ડૂબી જવાથી કવાડીયા ગામના યુવાનનું મોત


SHARE









હળવદના સુખપર કેનાલમાં ડૂબી જવાથી કવાડીયા ગામના યુવાનનું મોત

હળવદના સુખપર (શક્તિનગર) ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેની લાશને પાણીમાંથી બહાર કાઢીને પી.એમ. માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને અકસ્માતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતો સુરેશભાઈ ધારૂભાઈ સિહોર જાતે કોળી (ઉંમર ૨૮) નામનો યુવાન હળવદના સુખપર (શક્તિનગર) ગામ પાસેથી પસાર થતી કેનાલમાં અકસ્માતે ગઈકાલે બપોરના બારેક વાગ્યાના સમયે પહેલા પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે સુરેશભાઈ શિહોરાનું મોત નીપજયું હતું જેથી તેને બોડીને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પી.એમ. માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને અકસ્માત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બે બોટલ દારૂ

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૮ માં લૂક્સ ફર્નિચર સામેની શેરીમાંથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૧૪૦ રૂપિયાની કિંમતનો દારૃ કબજે કરીને બળદેવસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉંમર ૩૬) રહે. હાલ વાવડી રોડ મારુતિ નગર શેરી નંબર-૧ મોરબી મૂળ રહે. તારાણા મોરાણા તાલુકો જોડીયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News