વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં આરટીઇ હેઠળ ૧૧ એપ્રિલ સુઘી ફોર્મ ભરી શકાશે


SHARE













મોરબીમાં આરટીઇ હેઠળ ૧૧ એપ્રિલ સુઘી ફોર્મ ભરી શકાશે

મોરબીમાં આરટીઇ હેઠળ ૧૧ એપ્રિલ સુઘીમાં https://rte.orpgujarat.com વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે તે માટે પાત્રતા ધરાવતા વાલીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું નથી.આરટીઇ એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ માટે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.


મોરબી જિલ્લાની તમામ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે તા.૧૧-૪ સુઘીમાં https://rte.orpgujarat.com વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઇન કરેલ અરજી સાથે જરૂરી આધારો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. તેમજ જરૂરી આધાર પુરાવાઓની વિગત વેબસાઈટ ઓનલાઈન પર જોઈ શકાશે.વાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીમાં દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે.ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીઓએ પોતાની પાસે રાખવાની રહેશે.ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહિ.પ્રવેશ પાત્રતા માટે વાલીની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦ તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦ ની મર્યાદા જાહેર કરેલ છે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીઓએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે.વધુ વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા, કયા અધિકારીઓના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો https://rte.orpgujarat.com વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીની યાદીમાં જણાવાયું છે.






Latest News