માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮ મી એપ્રિલના યોજાશે


SHARE













મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮ મી એપ્રિલના યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો અંગેની અરજી ૧૦ મી એપ્રિલ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો એપ્રિલ-૨૦૨૨ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૮-૪ ના રોજ સવારે ૧૧ વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે.આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦ મી એપ્રિલ સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે.જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ-પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.

અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેશને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી.મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પૂરતા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનાં રહેશે. મહેસુલી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, ગુજરાત વિઘુતબોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડ, સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં રજૂ કરવાના રહેશે જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર દ્વારા જણાવાયું છે.

જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૨૨ મી એપ્રિલના મળશે

મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૨-૪ ના રોજ બપોરના ૧૨ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓએ પોતે જ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર દ્વારા જણાવાયું છે.






Latest News