મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

હિટવેવની સંભાવના વચ્ચે મોરબીના પ્રજાજનોને સાવચેતી રાખવા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શક સુચનો જાહેર કરાયા


SHARE













હિટવેવની સંભાવના વચ્ચે મોરબીના પ્રજાજનોને સાવચેતી રાખવા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શક સુચનો જાહેર કરાયા

આગામી દિવસોમા રાજ્યમા હીટવેવની સંભાવના જોતા, હીટવેવ દરમિયાન શું કરવુ, અને શું ના કરવુ તે અંગે, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર-મોરબી દ્વારા, મોરબી જિલ્લાના પ્રજાજનો માટે સાવચેતીના પગલા લેવા માટે કેટલાક માર્ગદર્શક સુચનો જાહેર કર્યા છે.

શું કરવુ હીટવેવ દરમ્યાન મોસમની આગાહી જાણવા માટે નિરંતર રેડીયો સાંભળવુ, ટી.વી જોવુ, અને સમાચાર પત્ર વાંચતા રહેવુ, તરસ ન લાગી હોય તો પણ થોડા થોડા સમયે પાણી પીતા રહેવુ, હલકા રંગના ઢીલા, અને હળવા સુતરાઉ કપડાં પહેરવા, કારણવશ બહાર જવાનુ થાય તો ચશ્મા, છત્રી, ટોપી, બુટ અને ચંપલનો ઉપયોગ કરવો, મુસાફરી દરમ્યાન સાથે પીવાનુ પાણી રાખવુ, સુર્યના સીધા પ્રકાશમા કામ કરવાનુ થાય, ત્યારે છત્રી તથા ટોપીનો ઉપયોગ કરવો, તથા માથા ગળા અને ચહેરા પર ભીનુ કપડુ રાખવુ, ઘરે બનાવેલા પીણા જેવાકે લસ્સી, કાંજી, લીંબુ પાણી, છાસ વગેરેનો વધુ ઉપયોગ કરવો, હીટવેવની અસર દરમ્યાન સ્નાયુંનુ ખેંચાવુ, શરીર પર ફોલ્લી થવી, કમજોરી આવવી, માથુ દુખવુ, ઉબકા આવવા, વધારે પરસેવો થવો, શરીર જકડન જેવા લક્ષણો જોવા મળે છે. જો નબળાઇ અથવા બીમારી જેવુ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો, પશુ પંખીઓને શેડની નીચે-છાંયામા રાખો અને પીવા માટે પુરતા પ્રમાણમા પાણી આપતા રહો, ઘરને ઠંડુ રાખવા માટે પડદા, અને શટરનો ઉપયોગ કરો, રાત્રે બારીઓ ખોલી દો, ઘરમાં પંખા તથા ભીના કપડાંનો ઉપયોગ કરો, અને વારંવાર ઠંડા પાણીથી નાહવુ, કામના સ્થળ પાસે ઠંડા પાણીની વ્યવસ્થા રાખો, કામદારો સુર્યના સીધા તાપમા કામ ન કરે તેની સાવધાની રાખો. વધારે શ્રમવાળુ કામ કરનારે ઠંડા પહોરમા કામ કરવાનુ ટાઈમ ટેબલ બનાવવુ, બહાર કામ કરવાવાળાઓએ વારંવાર લાંબો આરામ લેવો, સગર્ભા કામદારો ઉપર વધારે ધ્યાન આપવું.શું ન કરવુ બાળકો અને પાળેલા પ્રાણીઓને ઉભા રાખેલા વાહનોમા એકલા છોડવા નહી, સુર્યના તાપમા જવાનુ ટાળો, ખાસ કરીને બપોરે ૧૨:૦૦ થી ૦૩:૦૦ દરમ્યાન, ભડકાઉ કલરના, ટાઇટ, રેશમી તથા ભારે કપડા પહેરવાનુ ટાળો, બહારનુ તાપમાન વધારે હોય ત્યારે, વધારે મહેનતવાળુ કામ ન કરો. બપોરે ૧૨ થી ૩ દરમ્યાન કામ કરવાનુ ટાળો,  તાપમાન વધારે હોય ત્યારે રસોઈ ઘરમા ઓછો સમય રહો, ચા, કોફી, આલ્કોહોલ, અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક લેવાનું ટાળો, વધારે પ્રોટીનયુક્ત ખોરાક તથા ઉતરી ગયેલ ખાદ્ય પદાર્થો લેવાનુ ટાળો.






Latest News