મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાશે


SHARE













મોરબીમાં ૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ દ્વારાં આગામી તા.૭ એપ્રીલ એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવેસ છે જેનો હેતુ રાષ્ટ્રનાં લોકો તંદુરસ્ત જીવન જીવે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એવો છે.આપણાં શરીરની આજુ બાજુ કરોડો બેકટેરીયા ઉપલબ્ધ હોય છે.રોગ પ્રતિકારક શક્તિ આપણાં શરીરને આવા ખતરનાક બેકટેરીયા સામે રક્ષણ આપે છે.આપણાં શરીરમાં રોગપ્રતિકારક શક્તિ લડાકુ ફાયઈટર જેવી હોયછે. રોગપ્રતિકારક શક્તિ એટલે આપણાં શરીરમાં ચોક્કસ એન્ટીબોડીઝ અથવા સંવેદનાત્મક સફેદ રક્ત કોશિકાઓની ક્રિયા દ્વારાં ચોક્કસ ચેપ અથવા ઝેરને રોકવા માટે જીવતંત્રની ક્ષમતા એટલે ઈમ્યુનીટી રોગપ્રતિકારક શક્તિ.આપણાં  સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર,વ્યાયામ, સમયસર યોગ્ય તપાસ સારવાર, તનાવમુક્ત જીવન સાથે પુરતી ઊંઘ લેવી જોઈએ.આરોગ્ય સબંધી પ્રશ્નોત્તરી સ્પર્ધામાં કેટેગરી મુજબ આપેલ પ્રશ્નનાં યોગ્ય જવાબનો વિડીયો બનાવીને મોકલી આપવાનો રહેશે.

કેટેગરી 1 (ધો. 1,2,3,4) માટે પ્રશ્ન તમે તમારાં આરોગ્યની જાળવણી કઈ રીતે કરશો?, કેટેગરી 2 (ધો. 5,6,7,8) માટે પ્રશ્ન આપણું આરોગ્ય જાળવવા કેવો ખોરાક લેવો જોઈએ ?, કેટેગરી 3 (ધો. 9,10,11,12) માટે પ્રશ્ન વ્યક્તિમાં રોગ- પ્રતિકારક શક્તિ વધારવા શું શું  ઉપાયો કરવાં જોઈએ ?, કેટેગરી 4 (કોલેજનાં વિધાર્થીઑ, શિક્ષક મિત્રો તથા વાલીઓ) માટે પ્રશ્ન કોઈપણ એક રોગનાં લક્ષણો જણાવો.તે રોગથી બચવા શું શું કરવું જોઈએ ?ઉપરોક્ત  પ્રશ્નોનાં  યોગ્ય જવાબનો વિડીયો બનાવી તા.૭-૪ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ  ભટ્ટ (મો.97279 86386) કોઈપણ એક મોબાઈલ નંબર પર મોકલી આપવાનો રહેશે. 






Latest News