મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

અચ્છે દિન !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતો પ્રોપેન ગેસ હવે નેચરલ ગેસ કરતાં પણ મોંઘો ?


SHARE









અચ્છે દિન !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતો પ્રોપેન ગેસ હવે નેચરલ ગેસ કરતાં પણ મોંઘો ?

મોરબી સીરામીક ઉદ્યોગકારો માલની પડતર કિંમત નીચી લાવવા માટે નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ કરી રહ્યા છે જો કે, હવે પ્રોપેન ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં પ્રોપેન ગેસ હવે નેચરલ ગેસ કરતાં પણ મોંઘો બની ગયો છે જેથી સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે

મોરબી સીરામીક ઉદ્યોગના અચ્છે દિન કયારે આવશે તેવો ગણગણાટ હાલમાં ઉદ્યોગકારોમાં થવા લાગ્યો છે કેમ કે, પહેલા કોલ ગેસ બંધ પછી નેચરલ ગેસના ભાવમાં સતત વધારો ત્યાર બાદ ભાવ આપવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ગેસ મળતો નથી અને હાલમાં એક દિવસીય પાવર કાપ પણ શરૂ કરવામાં આવેલ છે ત્યારે મોરબીના ઉદ્યોગકારો માલની પડતર કિંમત નીચી લાવવા માટે ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ કરી રહ્યા છે તેવામાં અહીના ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અને મોરબી સીરામીક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલીયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, એપ્રિલ મહિનામાં નેચરલ ગેસના ભાવમાં કોઈ ભાવવધારો નથી પરંતુ ૨૦ ટકા કપ ચાલુ જ રાખવામા આવેલ છે અને ગુજરાત ગેસના ભાવમાં સતત વધારો થતો હોવાથી માર્કેટમાં ટકી રહેવા માટે ધીમેધીમે કરતાં ૧૦૦ થી વધુ કારખાનામાં નેચરલ ગેસના બદલે પ્રોપેન ગેસનો વપરાશ કરીને ઉત્પાદન કરવામાં આવી રહયું છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધુ હોવાથી પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિકિલોએ ૧૧.૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે જેથી આજની તારીખે પ્રોપેન ગેસ હવે નેચરલ ગેસ કરતાં બે રૂપિયા મોંઘો થઈ ગયો છે આમ મોરબીના ઉદ્યોગકારોને માર્કેટમાં ટકવું કેવી રીતે તે પ્રશ્ન ઊભો થયો છે




Latest News