દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાએ શ્રીજી એજન્સીને આપેલ કચરા ઉપડવાનો કોન્ટ્રાક્ટ પણ રદ કર્યો


SHARE













મોરબી પાલિકાએ શ્રીજી એજન્સીને આપેલ કચરા ઉપડવાનો કોન્ટ્રાક્ટ પણ રદ કર્યો

મોરબી નગરપાલિકા દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોની અંદરથી કચરાના પોઈન્ટ ઉપરથી કચરો ઉપાડવા માટે શ્રીજી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જોકે, એજન્સી દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી  હોવાના કારણે અગાઉ દંડ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ કામમાં કોઈ સુધારો કરવામાં આવેલ ન હતો જેથી કરીને હાલમાં મોરબી પાલિકાએ શ્રીજી એજન્સીને આપેલ કચરા ઉપડવાનો કોન્ટ્રાક્ટ પણ રદ કર્યો છે

મોરબી શહેરમાંથી કચરાનું કલેક્શન કરવા માટે અમદાવાદની શ્રીજી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને આ એજન્સીને મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી કચરા કલેકશન માટેની કામગીરી આપવામાં આવી હતી તેની સાથોસાથ કચરાના પોઈન્ટ ઉપરથી પણ કચરા કાઢવા માટેનું કામ આપવામાં આવ્યું હતું જો કે, આ એજન્સી યોગ્ય રીતે શહેરના જુદાજુદા વિસ્તારમાંથી ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી કરતી ન હતી માટે તે કોન્ટ્રાક્ટને અગાઉ રદ કરવામાં આવ્યો હતી અને કચરાના પોઈન્ટ ઉપરથી કચરો ઉપાડવા માટે શ્રીજી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેમાં પણ યોગી રીતે કામ થતું ન હતું જેથી કરીને અગાઉ તેને બે લાખનો દંડ કરવામાં આવેલ હતો તો પણ કામમાં કોઈ સુધારો નહિ આવતા હાલમાં કરારની શરત નંબર ૨૩ મુજબ ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવેલ છે






Latest News