મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી કોર્ટના નોન જયુડીશ્યલ કર્મચારીઓએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો


SHARE









મોરબી કોર્ટના નોન જયુડીશ્યલ કર્મચારીઓએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો

NOPRUF ગુજરાતની ટીમના હોદ્દેદારો દ્રારા રાજયના મુખ્યમંત્રીને ગુજરાત રાજય સરકારના લાખો કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ પાડવા બાબતે રજુઆત કરવામાં આવેલ છે.જે રજુઆતના ભાગરૂપે ગુજરાત રાજયના કર્મચારીઓની માંગણીઓને વાચા આપવા તેમજ કર્મચારીઓમાં જાગૃતી ફેલાવવા સારૂ વિવિધ કાર્યક્રમો આપેલા તે કાર્યક્રમો પૈકી નવી પેન્શન યોજના સને ૨૦૦૫ ની ૧ લી એપ્રિલના રોજ ગુજરાત રાજયમાં લાગુ કરવામાં આવેલ હોવાથી, તેના વિરોધમાં તા.૧-૪ ના રોજ તે દિવસને કાળા દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે.ગુજરાત ન્યાયખાતા કર્મચારી મહામંડળ દ્રારા ગુજરાત રાજયની તમામ અદાલતોમાં ફરજ બજાવતા કર્મચારીઓને તા.૧-૪ ૦૧ ના રોજ કાળીપટ્ટી પહેરી નવી પેન્શન યોજનાનો વિ૨ોધ ક૨ી જુની પેન્શન યોજના અમલમાં લાવવા સારૂ વિરોધ પ્રદર્શીત કરવા અને NOPRUF ગુજરાતની ટીમ દ્રારા આપવામાં આવેલ કાર્યક્રમને દરેક જીલ્લામાં સફળ બનાવવા આહવાન ક૨વામાં આવેલ છે જેથી કરીને મોરબી જીલ્લાની તમામ અદાલતોમાં ફરજ બજાવતા કર્મચારીઓને આજે તા.૧-૪ ના રોજ કાળી પટ્ટી પહેરીને નવી પેન્શન યોજનાનો વિરોધ કર્યો હતો.તેમ મોરબી જીલ્લા ન્યાયખાતા નોન જયુડીશ્યલ કર્મચારી મંડળના પ્રમુખ જે.બી.જાડેજા અને સેક્રેટરી વી.એ.વાઢેરે યાદીમાં જણાવેલ છે.




Latest News