મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ઉમા રેસીડેન્સીમાંથી બાઈકની ચોરી


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ઉમા રેસીડેન્સીમાંથી બાઈકની ચોરી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા રેસીડેન્સી ખાતે યુવાને તેનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે જેથી કરીને યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ શિવ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૩૦૧ ની અંદર રહેતા હર્ષ વાસુદેવભાઈ મોટકા જાતે પટેલ (૨૩)એ  પોતાનું બાઇક મહેન્દ્રનગર ગામથી ઘૂટું તરફ જવાના રસ્તા ઉપર ઉમા રેસીડેન્સી સોસાયટી મકાન નંબર ઇ-૩૦ પાસે પાર્ક કર્યું હતું ત્યારે તેના બાઇક નંબર જીજે ૩૬ એબી ૩૮૦૫ ને કોઈ અજાણ્યા ચોરી કરી ગયેલ છે જેથી કરીને પોલીસ દ્વારા હાલમાં ૩૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ લઈને પોલીસ દ્વારા ચોરને પકડવા માટે થઈને જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

અકસ્માતમાં મોત 

બગથળાથી મોરબી જવાના રસ્તા ઉપર રોયલ પાર્ક તથા ઇવા કારખાનાની વચ્ચેના ભાગમાં થોડા દિવસો પહેલા ટ્રેકટર-ટ્રોલી નંબર જીજે ૩ એચએ ૦૧૭૫ ની પાછળ ના ભાગમાં રાજીવભાઈ રમેશભાઈ સાનડીયા (ઉંમર ૩૭) નું બાઇક નંબર જીજે ૧૦ એજી ૭૩૩૧ અથડાયું હતું જેથી કરીને રાજીવભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ અકસ્માતના બનાવમાં હાલમાં મૃતક યુવાનના પિતા રમેશભાઈ વશરામભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

 અકસ્માતથી નુકશાન 

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવતા ટંકારા છાપરી પાસેથી પસાર થતી એસટીની વોલ્વો નંબર જીજે ૧૮ એઝેડ ૯૨૬૧ ને પાછળના ભાગેથી ડમ્પર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૮૩૮૨ ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને સરકારી વોલ્વો બસમાં નુકસાન થયેલ હતી માટે એસટી બસના ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજા (૩૩) રહે. ખીજદળ તાલુકો કલ્યાણપુર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક કમલેશની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News