મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

હળવદમાં દાદીને ગાળો આપતા ભાઈને રોકવા ગયેલા યુવાન ઉપર સગાભાઈએ કર્યો છરી વડે હુમલો..!


SHARE







હળવદમાં દાદીને ગાળો આપતા ભાઈને રોકવા ગયેલા યુવાન ઉપર સગાભાઈએ કર્યો છરી વડે હુમલો..!

હળવદ શહેરમાં બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં રહેતો યુવાન તેના દાદીને ગાળો આપતો હતો માટે તે યુવાનના નાના ભાઇએ તેને દાદીને ગાળો આપવાની ના કહી હતી ત્યારે યુવાને તેની પાસે રહેલી છરી વડે તેના સગા નાના ભાઈને મોઢા, નાક અને હોઠ ઉપર ઈજા કરી હતી અને વચ્ચે પડેલા દાદાને પણ ધક્કો મારીને પાડી દીધા હતા જેથી હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ તેના સગાભાઇની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ પરમાર (ઉંમર ૧૭) એ હાલમાં તેના સગાભાઇ અશ્વિનભાઈ હસમુખભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ અશ્વિનભાઈ તેની દાદીને ગાળો આપતો હતો ત્યારે તેને ગાળો આપવાની ના કહી હતી જે બાબતનો ખાર રાખીને અશ્વિનભાઈને કલ્પેશને ગાળો આપી હતી અને બાદમાં અશ્વિનભાઈએ તેની પાસે રહેલ છરી વડે કલ્પેશને મોઢા, નાક અને હોઠ ઉપર ઇજાઓ કરી હતી તેમજ કલ્પેશને બચાવવા માટે વચ્ચે પડેલા તેના દાદા ગાંડુભાઈને ધક્કો મારીને પડી દીધા હતા જેથી હાલમાં સારવાર લીધા બાદ કલ્પેશભાઈ પરમારે તેના સગાભાઇ અશ્વિનભાઈ હસમુખભાઈ પરમારની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અકસ્માતમાં મોત

મોરબીના મહેન્દ્રનગર ગામે જુના ગામ તરફ જવાના રસ્તા ઉપર રામવાડી પાસેથી કાંતિભાઈ દેવજીભાઈ ગરાળા જાતે પટેલ (ઉમર ૬૨) રહે.મંગલ સોસાયટી મહેન્દ્રનગર ગામ વાળા થોડા દિવસો પહેલા પસાર થઇ રહ્યા હતા ત્યારે તેની સાઇકલ આડે કુતરુ ઊતર્યું હતું જેથી કાંતિભાઈ રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને ત્યારે તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જોકે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. જેથી હાલમાં આ બનાવમાં મૃતક કાંતિભાઈના દિકરા હાર્દિકભાઈ કાંતિભાઈ ગરાળ (ઉંમર ૩૩) રહે. ધર્મમંગલ સોસાયટી મહેન્દ્રનગર વાળાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.




Latest News