મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગની માળીયામાં મિટિંગ યોજાઇ : નવા હોદેદારોની કરાઇ વરણી
મોરબીના નવા ધરમપુર ગામે યુવાનના ઘરમાં ઘૂસીને માર મરનારા એક શખ્સની પોલીસે કરી ધરપકડ : બેની શોધખોળ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1649132204.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના નવા ધરમપુર ગામે યુવાનના ઘરમાં ઘૂસીને માર મરનારા એક શખ્સની પોલીસે કરી ધરપકડ : બેની શોધખોળ
મોરબીના નવા ધરમપુર ગામે રહેતા યુવાન સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને તે ગામની અંદર રહેતાં ત્રણ શખ્સો ધારિયા અને લોખંડના પાઇપ સાથે તેના ઘરમાં આવ્યા હતા અને ઘરની અંદર પ્રવેશ કરીને યુવાને હાથમાં ધારિયાનો ઘ ઝીકયો હતો તેમજ ઘરના દરવાજા સહિત ઘરવખરીમાં નુકસાન કરવામાં આવ્યું હતું જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે રહેતા અને પ્રગતિ સ્ટોર્સ નામની દુકાન ધરાવતા પ્રવીણગીરી મોતીગીરી ગોસ્વામી જાતે બાવાજી (ઉંમર ૪૮) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગદીશ કોળી તેમજ તેની સાથે આવેલા અજાણ્યા ૨૦થી ૨૫ વર્ષના બે શખ્સો આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે આરોપી જગદીશ કોળી સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને તેઓ તેના ઘરમાં આવ્યા હતા અને ત્યારે જગદીશ કોળીએ તેના હાથમાં રહેલ ધારીયાનો એક ઘા તેના ડાબા હાથના કાંડા ઉપર માર્યો હતો અને તેની સાથે આવેલા અન્ય બે શખ્સો દ્વારા ઘરના દરવાજામાં ધારિયાના ઘા ઝીંકીને તોડફોડ કરી નુકસાન કરવામાં આવ્યું હતું અને તેને ગાળો આપી હતી જેથી પ્રવીણગિરિ ગોસ્વામીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં હાલમાં જગદીશ ઉર્ફે જાગો ગગુભાઈ ગુજરવાલિયા જાતે કોળી (૨૮) રહે. બાલા હનુમાન મંદિર પાસે તાલુકા ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને અન્ય બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)