મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ ટાઈલ્સના કારખાનામાંથી ૧૦ લાખના માલની ચોરી કરનાર બે શખ્સની ધરપકડ


SHARE













મોરબીના રફાળેશ્વર પાસે આવેલ ટાઈલ્સના કારખાનામાંથી ૧૦ લાખના માલની ચોરી કરનાર બે શખ્સની ધરપકડ

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ સિરામિક કારખાના પ્રેસ વિભાગમાં મૂકવામાં આવેલ ૧૦ ઈલેક્ટ્રીક કાર્ડ જેની કિંમત ૧૦ લાખ રૂપિયાના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા કારખાનેદારો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીની ચોરીમાં ગયેલા તમામ મુદામાલ સાથે ધરપકડ કરેલ છે. 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગર બ્લોક નંબર ૧૭ માં રહેતા મનોજભાઈ ત્રંબકભાઈ ફેફર જાતે પટેલ (૩૨) નું મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ દરિયાલાલ હોટલની પાછળના ભાગમાં ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેજ ટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ નામનું કારખાનું આવેલ છે જે કારખાનામાં આવેલા પ્રેસ વિભાગની અંદર તા ૧/૪ ના રોજ રાત્રિના સમયે કોઇ અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને પ્રેસ વિભાગમાં મૂકવામાં આવેલ ઈલેક્ટ્રીક કાર્ડ ૧૦ નંગ જેની કિંમત ૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ હતી જેથી મનોજભાઈ ફેફર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ભાવેશભાઈ વિરમભાઇ પુછડિયા જાતે કોળી (૨૪) રહે. હાલ હાઉસિંગ બોર્ડ મોરબી-૨ મૂળ રહે દૂધાળા (જુનાગઢ) અને નિલેષ લાખાભાઇ કારેણા જાતે સગર (૨૩) રહે. હાલ હાઉસિંગ બોર્ડ મોરબી-૨ મૂળ અમરદડ (પોરબંદર) વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલા ૧૦ લાખ રૂપિયાની કિંમતના ઈલેક્ટ્રીક કાર્ડ ૧૦ નંગ તેમજ બે મોબાઈલ ફોન અને અકે બાઇક આમ કુલ મળીને પોલીસે ૧૦,૨૦,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે.








Latest News