મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરના ભાયાતિ જાંબુડિયા પાસેથી પાંચ બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE









વાંકાનેરના ભાયાતિ જાંબુડિયા પાસેથી પાંચ બોટલ દારૂ સાથે બે પકડાયા

વાંકાનેર તાલુકાના ભાયાતિ જાંબુડિયા ગામ તરફ જતા રસ્તા ઉપરથી પસાર થતાં બે શખ્સને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી.

 જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભાયાતિ જાંબુડિયા ગામ તરફ જતા રસ્તા ઉપર આવતા કારખાના પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૮૭૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં આરીફભાઇ અબ્દુલભાઇ મોગલ (સંધી) જાતે મુસ્લીમ (ઉ.૩૨) રહે.લાલપર તાલુકો વાંકાનેર અને ભુપતસીંહ સુખદેવસીંહ જાડેજા જાતે દરબાર (ઉ.૩૦) રહે.હાલે ભાયાતી જામ્બુડીયા તાલુકો વાંકાનેરવાળાઓની ધરપકડ કરવામાં આવી છે.

 

દેશી દારૂ સાથે ત્રણ પકડાયા

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર અજંતા ક્લોક પાસે આવેલ જીઆઇડીસીમાં બાવળની જાળીની વચ્ચે દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૫૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરીને હનીફાબેન અકબરભાઇ મોવર (ઉ.૨૫) રહે. વીશીપરા કુલીનગર, અબ્બાસભાઇ અબ્દુલભાઇ બુચડ (ઉ.૩૧) રહે. વીશીપરા કુલીનગર અને અજીમભાઇ આમીનભાઇ ભટી (ઉ.૨૨) રહે. નવલખીરોડ લાયન્સગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલા દેશી દારૂના જ તે ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે.




Latest News