મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે દેશી દારૂની ભઠ્ઠી સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE









મોરબીના રફાળેશ્વર ગામે દેશી દારૂની ભઠ્ઠી સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે ત્યાં રેડ કરવામાં આવતા પોલીસને ચાલુ હાલતમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી અને તેની સાથે એક ઇસમ મળી આવતા તેની ધરપકડ કરીને એક ઇસમની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર ગામે વેલનાથપરા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન પોલીસને સ્થળ ઉપરથી ચાલુ હાલતમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.જેમાં ગેસનો ચૂલો બાટલો, બાટલો, ભઠ્ઠીના અન્ય સાધનોની સાથે ૨૪૦ લિટર દેશી દારૂ બનાવવાનો આથો અને ૬૦ લીટર તૈયાર દેશી દારૂ મળી આવતાં કુલ મળીને રૂા.૩૪૩૦ ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી મુકેશ જયંતિ નગવાડીયા કોળી (ઉમર ૨૩) રહે.જુના જાંબુડીયા તા.મોરબીની ધરપકડ કરવામાં આવી હતી અને રફાળેશ્વર ગામે રહેતા પરેશ બળવંત કોળીનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના રાજપર ગામે આવેલ યસ પોલીપેકમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો સુરેશ રાજેન્દ્રભાઇ ચૌધરી નામનો ૨૫ વર્ષીય યુવાન ચાંચાપર રોડ ઉપરથી વાહનમાં જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણ સોસાયટીમાં રહેતો વિજય દેવરામભાઈ કુકાવા નામનો ૨૨ વર્ષીય યુવાન મોટરસાઇકલ લઇને રાજકોટથી મોરબી આવી રહ્યો હતો ત્યારે ગઇકાલે સાંજના છએક વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામ નજીક બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત વિજય કુકાવાને સારવાર માટે અહીં મોરબી ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામે રહેતો જગદીશ બચુભાઈ ચાવડા નામનો ૩૦ વર્ષીય યુવાન પોતાના ઘરના ફળિયામાં સૂતો હતો તે સમયે તેને મોડી રાતે માર મારવામાં આવતા તેને સિવિલે સારવારમાં ખસેડાયો હતો અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમારે તપાસ કરતાં તેના કૌટુંબિક સગા દ્વારા જ તેને કોઈ બાબતને ઝગડાનો રોષ રાખીને માર મારવામાં આવ્યો હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું હતું.






Latest News