હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની થયેલ આંગડિયા લૂંટમાં ટીપ આપનાર સહિત બે આરોપીની ધરપકડ


SHARE









મોરબીની થયેલ આંગડિયા લૂંટમાં ટીપ આપનાર સહિત બે આરોપીની ધરપકડ

મોરબીના દલવાડી સર્કલ પાસેથી આંગડિયાના રોકડા ૧.૧૯ કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી આ ગુનામાં અગાઉ પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને તેને ૧૦ દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે તેવામાં પોલીસે હાલમાં આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે

રાજકોટ શાખામાંથી મોરબીમાં આવેલી વીપી આંગડિયા પેઢીમાં તા ૩૧/૩ ના રોજ સવારે પાર્સલ મોકલાવવામાં આવ્યા હતા તે સોમનાથ ટ્રાવેલ્સમાં દલવાડી સર્કલે આવ્યા હતા અને વીપી આંગડિયા પેઢીના મનીષભાઈ પટેલ અને તેનો ભત્રીજો મયંકભાઈ પોતાની કારમાં પાર્સલ મૂકીને જઈ રહ્યા હતા ત્યારે ચાર બુકાની ધારી શખ્સોએ આવીને હુમલો કર્યો હતો અને રોકડા ૧.૧૯ કરોડ રૂપિયા લૂંટીને નાશી ગયા હતા જેની મનીષભાઈએ ફરિયાદ નોંધાવી હતી તે ગુનામાં પોલીસે અગાઉ મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લરખા ચૌહાણ જાતે ખાટકી (૨૯), સવાસીભાઇ હકકાભાઈ ગરંભડિયા જાતે કોળી (૧૯) અને સુરેશ મથુરભાઇ ગરંભડિયા જાતે કોળી (૩૨)ને પકડવામાં આવ્યા હતા અને આ ગુનામાં પોલીસે ટીપ આપનાર અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણ જાતે ખાટકી (૩૩) રહે. ભગવતી પરા રાજકોટ અને ઈમરાન અલ્લરખા ચૌહાણ જાતે ખાટકી (૩૪) રહે. મોરબી રોડ રોહિદાસપરા, ખાટકીવાસ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામા હજુ મુખ્ય સૂત્રધાર પંકજ કેશા ગરંભડિયાને પકડવા અને બાકીની રકમને કબજામાં લેવા માટે મોરબી એ ડિવિઝન પોલીસે તજવીજ શરૂ કરી છે 




Latest News