મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આયોજિત ઘડિયા લગ્નમાં બ્રહ્મ સમાજનું યુગલ લગ્નગ્રંથીએ જોડાયુ
શું મોરબી પાલીકા જિલ્લા ભાજપ કાર્યલય સામે છલકાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી બંધ કરાવી શકશે : રમેશ રબારી
SHARE
શું મોરબી પાલીકા જિલ્લા ભાજપ કાર્યલય સામે છલકાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી બંધ કરાવી શકશે : રમેશ રબારી
મોરબી નગરપાલિકામાં ભાજપના સતાધીશોના બિન અનુભવ અને અણ આવડતને કારણે આજે મોરબી શહેરમાં ચોતરફ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાય છે, સાફ સફાઈનો અભાવ છે, કર્મચારીઓ-કોન્ટ્રાકટરો પાસેથી કામ લેવામાં ભાજપ શાસિત નગરપાલિકા નિષ્ફળ ગયેલ છે તેવો આક્ષેપ અહીંના કોંગી આગેવાને કરેલ છે.
મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય સનાળા રોડ પાસે છેલ્લાં આઠ દિવસથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી છલકાય રોડ ઉપર ભર ઉનાળે ચોમાસાના પાણીની જેમ રોડ રસ્તા ઉપર ગટર છલકાય અને ઝરણાંની જેમ રોડ ઉપર વહે છે છતાં મોરબીની ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ભાજપના કાર્યલય પાસેની આ ગટર સાફ નથી કરતા.? શા માટે સાફ નથી કરતા એ સમજાતું નથી જ્યાં મંત્રી, સાંસદ સભ્ય માજી ધારાસભ્ય પાલિકા પ્રમુખની દરોજની અવરજવર હોવા છતાં આ ઉભરતી ગટર સાફ ન કરવા નું કારણ શું ? તેવો લોકોમાં પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. મોરબી શહેરમાં જો ભાજપની નગરપાલિકા હોય અને ભાજપના કાર્યલય પાસે ઉભરાતી ગટરના પાણી નદીની જેમ રોડ રસ્તા ઉપર વહેતા હોય તો મોરબી શહેરની શેરી ગલીઓમાંમાં ઉભરાતી ગટરો શું સાફ થતી હસે ? શું ગટર કોન્ટ્રાકટર સાશકોના કહ્યામાં નથી..? જો આગેવાનોની કોન્ટ્રાકટરોની સામે આ હાલત હોય આમ પ્રજાની શું પરિસ્થિતિ થતી હશે..? તે આં નિર્ભર અને આળસુ તેમજ બિન આવડત વાળા સતાધીશો નહી સમજી શકે.
વધુમાં જાણવા મળતી માહીતી પ્રમાણે મોરબી નગરપાલિકાએ ભૂગર્ભ ગટર સાફ કરવાનો કોઇ એજન્સીને પ્રાઇવેટ કોન્ટ્રાકટ આપેલ છે અને એમાં નિયમ એવો રાખેલ છે કે જો કોઇપણ ભૂગર્ભ ગટરની ફરિયાદ આવે તો તેનો ચોવીસ કલાકમાં નિકાલ કરવો અને ન કરી શકે તો તેના ઉપર પેનલ્ટી વસૂલ કરવી તો શું આં ભાજપ કાર્યલય પાસે છેલા આઠ દિવસ થી ગટર છલકાય છે તો આં કોન્ટ્રાકટર પાસેથી પેન્લટી વસુલાત કરાશે..? કે કેમ ભાજપ શાસિત નગરપાલિકાના સતાધીશો આ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરને શા માટે છાવરે છે..? શું સતાધીશોનું તેમા પણ કોઇ આથિક હિત સમાયેલું છે ? તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ કરીને શહેરમાં જયાં પણ ગટરનો પ્રશ્ન હોય તે માટે નગરપાલિકા સતાધીશોએ કડક હાથે કામ લઇને કોન્ટ્રાકટરના માણસો પાસે ગટર સાફ કરાવવી જોઇએ તેવી રજૂઆત કરેલ છે.