હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

અમરેલીને હરાવી મોરબી જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં : રાહુલ અને પ્રશાંતની ધમાકેદાર ઇનિંગ


SHARE









અમરેલીને હરાવી મોરબી જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં : રાહુલ અને પ્રશાંતની ધમાકેદાર ઇનિંગ

અમદાવાદ ખાતે રમાઈ રહેલી ૩૦ બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેનતમાં અમરેલીની ટીમે પ્રથમ ટોસ જીતી બેટિંગ કરતા ૨૦ ઓવરમાં તેઓએ ૮ વિકેટે ૧૩૬ રન બનાવ્યાં હતા.જેની સામે મોરબી જીલ્લા પંચાયતની ટીમે ૧૮ ઓવરમાં ૧૪૧ રન બનાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો.જેમાં પ્રશાંત દલસાણીયાએ ૬૦ રન અને રાહુલ બળાઈનાં ૫૧ રન અને બે વિકેટ ઝડપીને સયુંકતપણે 'મેન ઓફ ધી મેચ' નો ખિતાબ મેળવ્યો હતો.કેપ્ટન લલિત ગોહેલની આગેવાનીમાં રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે સેમિ ફાઇનલ મેચ રમાશે.તેમ ટીમ મેનેજર દિનેશભાઇ હૂંબલ અને  કોચ તુષાર બોપલિયાએ યાદીમાં જણાવેલ છે.




Latest News