મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ આંગડિયા લૂંટના ગુનામાં મુખ્ય સુત્રાધાર પંકજની ધરપકડ : રીમાન્ડ લેવા તજવીજ


SHARE















મોરબીમાં થયેલ આંગડિયા લૂંટના ગુનામાં મુખ્ય સુત્રાધાર પંકજની ધરપકડ : રીમાન્ડ લેવા તજવીજ

મોરબીના દલવાડી સર્કલ પાસેથી આંગડિયાના રોકડા ૧.૧૯ કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી આ ગુનામાં અગાઉ પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા હતા અને તેમને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે તેવામાં પોલીસે હાલમાં આ ગુનામાં મુખ્ય સુત્રાધાર પંકજની ધરપકડ કરેલ છે અને તેના રીમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે.

રાજકોટની વીપી આંગડીયા પેઢીની શાખામાંથી મોરબીમાં આવેલી વીપી આંગડિયા પેઢીમાં તા ૩૧-૩ ના રોજ સવારે પાર્સલ મોકલાવવામાં આવ્યા હતા. તે પાર્સલો સોમનાથ ટ્રાવેલ્સમાં દલવાડી સર્કલે આવ્યા હતા અને મોરબીની વીપી આંગડિયા પેઢીના મનીષભાઈ પટેલ અને તેમનો ભત્રીજો મયંકભાઈ પોતાની કારમાં પાર્સલ મૂકીને જઈ રહ્યા હતા ત્યારે ચાર બુકાની ધારી શખ્સોએ આવીને હુમલો કર્યો હતો અને રોકડા ૧.૧૯ કરોડ રૂપિયા લૂંટીને નાશી ગયા હતા જેની મનીષભાઈએ ફરિયાદ નોંધાવી હતી તે ગુનામાં પોલીસે અગાઉ મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લરખા ચૌહાણ જાતે ખાટકી (૨૯), સવાસીભાઇ હકકાભાઈ ગરંભડિયા જાતે કોળી (૧૯) અને સુરેશ મથુરભાઇ ગરંભડિયા જાતે કોળી (૩૨), અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણ જાતે ખાટકી (૩૩) અને ઈમરાન અલ્લરખા ચૌહાણ જાતે ખાટકી (૩૪)ની ધરપકડ કરેલ છે અને તેઓ આગામી તા.૧૬-૪ સુધી રીમાંડ ઉપર લેવાયા છે. દરમિયાનમાં ગુનામાં ગત મોડી રાત્રીના સીટી એ ડિવિજન પીઆઇ જે.એમ.આલ તથા સ્ટાફે હાલમાં મુખ્ય સૂત્રધાર ગણાા પંકજ ઉર્ફે ડીંગો કેશાભાઇ ગરાંભડીયા (૨૨) રહે.હાલ દિવેલીયાપરા રાજકોટ મૂળ રહે. નાના માત્રા તા.વિંછીયા જી.રાજકોટ  વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે પોલીસ દ્રારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

માળિયામાં વરલી જુગાર રમાડતા ઇસમની ધરપકડ

મોરબીના માળીયા મીંયાણામાં વવાણીયા ગામે મિંયાણાવાસ વિસ્તારમાં મિંયાણાવાસના ચોકમાં જાહેરમાં વરલી-મટકાના આંકડા લેતા કાદર આમદ સોતા જાતે વાઘેર (૪૨) રહે.વવાણીયા મિંયાણાવાસ વાળાની રોકડા રૂપિયા ૮૩૦ સાથે માળીયા પોલીસે ધરપકડ કરી હતી.અત્રે નોંધનીય છે કે જિલ્લામાં ચાલતા વરલી નેટવર્કના મૂળને ડામવાના બદલે એકલ-દોકલ કેસ કરીને સરકારી ચોપડે રંગોળી કરવાની કામગીરી થતી હોય તેવો મોરબી જિલ્લામાં ઘાટ જોવા મળી રહ્યો છે જે લોકોમાં હાસ્યાસ્પદ બની રહ્યો છે.

બે બોટલ સાથે એક પકડાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં અહીંના વીસી ફાટક પાસેથી નીકળેલા મોહસીન ઉર્ફે લવલી ધોની હાસમ સંઘવાણી જાતે મિંયાણા (ઉમર ૨૮) રહે.મોરબી મહેન્દ્રપરા શેરી નંબર ૧૪ વાળાને અટકાવીને તેની ઝડતી લેવામાં આવતાં તેની પાસેથી વિદેશી દારૂની બે બોટલો મળી આવતા રૂપિયા ૭૫૦ ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ સાથે મોસીન સંઘવાણીને પકડી પાડવામાં આવ્યો હતો.જો કે તેણે આ બોટલો ક્યાંથી મેળવી તે દિશામાં તપાસ થાય તે જરૂરી છે.કારણકે હંમેશા નાના કટીંગ પકડવામાં આવે છે જ્યારે મોટા જથ્થા જ્યાં હોય છે ત્યાં રેડ થતી નથી તેવો પણ લોકોમાંથી ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.તેમજ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે કાલીકા પ્લોટ સાયન્સ સીટી રોડ ઉપર નોનવેજની દુકાન પાસેથી જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરતા કરણ મહેન્દ્ર ચૌહાણ ખવાસ રાજપૂત (૧૯) રહે.ગ્રીન ચોક કુબેરનાથ શેરી પાસે લુહાર શેરી વાળાની નવ લિટર દેશી દારૂ સાથે ધરપકડ કરી હતી અને તેને દારૂનો જથ્થો વેચવા માટે આપનાર અલી મામદ પલેજાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.






Latest News