હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના નગર દરવાજા ચોકમાં એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા સરકારના નામના છાજીયા લેવાયા


SHARE









મોરબીના નગર દરવાજા ચોકમાં એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા સરકારના નામના છાજીયા લેવાયા

મોરબી જીલ્લા એનએસયુઆઇ અને મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થી યુવા નેતા કે જેમને ઘણા સમયથી સરકારી ભરતીઓમાં થઇ રહેલા કોભાંડોને ઉજાગર કરવા પ્રયત્ન કરી રહ્યા છે તેવા યુવરાજસિંહ જાડેજા વિરૂદ્ધ જે ખોટા કેશો કરીને ગંભીર ગુનાની કલમ લગાડી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે તેના વિરોધમાં અને વિદ્યાર્થી નેતાને જેલ મુક્ત કરવામાં આવે તેના માટે સરકાર વિરુદ્ધ રોષ પ્રદર્શન આજે સવારે દશ વાગ્યે શહેરના નગર દરવાજા ચોક ખાતે યોજવામાં આવ્યો હતો.જેમા એનએસઆઇ તેમજ યુવક કોંગ્રેસના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.જ્યારે પણ કોઈ વિરોધ થાય ત્યારે તે વિરોધને ડામી દેવાની ભાજપની નીતિ રહી છે.ત્યારે સરકાર તરફથી વારંવાર પેપર ફુટવા અને સરકારી ભરતીઓમાં જ્યારે ગેરરીતી થઈ રહી છે તેવી વાતને લઈને જ્યારે યુવરાજસિંહ નામના યુવા નેતા દ્વારા આ સમગ્ર મામલે લડત આપવામાં આવી રહી હોય તેઓનો અવાજ ડામી દેવા માટે સરકાર દ્વારા તેઓને ખોટા કેસમાં ફીટ કરીને અન્ય લોકોને પણ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તે વાતનો મોરબી યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા પ્લેકાર્ડ બતાવીને અને સરકાર વિરોધી સુત્રોચાર કરીને વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો.આ તકે કોંગી આગેવાન કે.ડી.પડસુંબીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ કાવર, મહેશભાઈ રાજ્યગુરુ, ચિંતન રાજ્યગુરુ, લલીતભાઈ કાસુન્દ્રા, હુસેનભાઇ ભટ્ટી, લાલુભા ઝાલા સહિતના હાજર રહ્યા હતા.




Latest News