હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીને તેના માવતરીયા લઇ જતા લાગી આવતા ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE









મોરબીમાં પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીને તેના માવતરીયા લઇ જતા લાગી આવતા ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા યુવાને પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામે રહેતા કરણભાઈ અમરશીભાઈ સાગઠીયા (ઉંમર વર્ષ ૨૨) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને પોતાના ઘરની અંદર આપઘાત કરી લેનાર આ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા બીટ જમાદાર મણીલાલ ગામેતીએ બનાવની તપાસ હાથ ધરી હતી જેમાં હાલ પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતક કરણ સાગઠીયા રાજસ્થાનની કોઇ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બંને કોર્ટ મેરેજ કરી લીધા હતા જોકે તે બાબત યુવતીના પરિવારને પસંદ ન હોય યુવતીના પરિવારજનો ત્યાંની પોલીસને સાથે મોરબી આવ્યો હતો અને યુવતીને પોતાની સાથે રાજસ્થાન લઈ ગયો હતો જે બાબતનું મનોમન લાગી આવતા કરણ સાગઠિયાએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું.

દારૂની બોટલ સાથે એક પકડાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે શહેરના લીલાપર રોડ પાંજરાપોળ પાસેથી નીકળેલા સવજી મોહન કાઠીયા જાતે કોળી નામના ૩૫ વર્ષીય હાલ રહે.મોરબી-૨ ઇન્દિરાનગર ખોડીયાર માતાજીના મંદિર પાસે મૂળ રહે.ગડડી તા.ટંકારાને અટકાવીને તેની ઝડતી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતાં હાલમાં રૂપિયા ૩૭૫ ની કિંમતની દારૂની એક બોટલ સાથે સવજીભાઈ કોળીની ધરપકડ કરવામાં આવેલ છે અને તેણે દારૂની આ બોટલ કોની પાસેથી મેળવી..? એ દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના સરવડ ગામનો રહેવાથી પંકજ હરજીવનભાઈ મુછડીયા નામનો ૩૦ વર્ષીય યુવાન ગામમાં આવેલા નાગબાઈ માતાના મંદિર પાસેથી બાઈક લઇને જતો હતો દરમિયાનમા તેનું બાઇક સ્લીપ થઇ જતાં પંકજને ઇજાઓ થતાં સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના કેનાલ રોડ ઉપર રહેતા જયાબેન શીવાભાઈ મુછડીયા નામના ૭૭ વર્ષીય વૃદ્ધા ઘર પાસેથી જતા હતા ત્યારે શેરીમા તેઓને ગાય હડફેટે લેતા ઈજાગ્રસ્ત જયાબેનને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News