હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં જેની સાથે પ્રેમ સંબંધ હોય તે યુવતીનું અન્યત્ર સગપણ થઇ જતાં લાગી આવતા ગળેફાસો ખાઇ યુવાને કર્યો આપઘાત


SHARE









મોરબીમાં જેની સાથે પ્રેમ સંબંધ હોય તે યુવતીનું અન્યત્ર સગપણ થઇ જતાં લાગી આવતા ગળેફાસો ખાઇ યુવાને કર્યો આપઘાત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

આપઘાતના બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રામજી મંદિરની બાજુમાં રહેતા કાર્તિકભાઈ ઉર્ફે એક્કો રતિલાલભાઈ અદગામા જાતે કોળી (ઉંમર વર્ષ ૨૦) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજયુ હતુ.જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બીટ જમાદાર જે.જે.ડાંગરે તપાસ શરૂ કરી હતી જે દરમિયાન ખૂલ્યું હતું કે મૃતક કાર્તિકને કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ હતો પરંતુ તે યુવતીની અન્યત્ર સગાઈ થઈ જવાથી મનોમન લાગી આવતા તેણે ઉપરોક્ત અંતિમ પગલું ભરી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

ઝેરી દવા ગટગટાવી

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા અજયભાઈ ચૌહાણના પત્ની જયશ્રીબેન (ઉંમર ૨૬) એ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેમને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો છ વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો હોવાનું જાણવા મળી રહ્યું છે હાલમાં પરણિતાનું સારવાર હેઠળ છે. મોરબી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે પ્રાથમિક તપાસ કરતા ખૂલ્યું હતું કે ભોગ બનેલા જયશ્રીબેનના પતિ અજયભાઈને રીક્ષા લેવી હોય ત્રણ વર્ષ પહેલાં પાડોશી પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા જે પૈસા પાડોસીએ પરત માંગ્યા હતા પરંતુ હાલ પોતાની પાસે પૈસાની વ્યવસ્થા થઇ શકે તેમ ન હોય તે વાતના ટેન્સનમાં પરણીતાએ ઉપરોકત પગલું ભરી લીધું હતું.




Latest News