મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે સુપર માર્કેટ પાસેથી બાઈકની ચોરી


SHARE













મોરબીના શનાળા રોડે સુપર માર્કેટ પાસેથી બાઈકની ચોરી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટની બાજુમાં માધવ માર્કેટ પાસે બાઈક પાર્ક કરવામાં આવ્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા આધેડે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નેસડા ગામે રહેતા નંદલાલભાઇ ખીમજીભાઈ ગોપાણી જાતે પટેલ (ઉમર ૪૯) એ મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટની બાજુમાં માધવ માર્કેટ પાસે કામ સબબ આવ્યા હતા અને ત્યાં તેઓએ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એબી ૩૩૩૫ પાર્ક કરીને મૂક્યું હતું ત્યારે કોઈ અજાણ્યો શખ્સ દ્વારા તેમના આ બાઇકની ચોરી કરવામાં આવી છે જેથી તેમણે હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે રૂા.૩૦ હજારની કિંમતનું બાઇક ચોરી થયુ હોવા અંગેની ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એમ.પી.સોનારાએ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં બે ને ઈજા

ધાંગધ્રા-સોલડી રોડ ઉપરથી બુલેટ લઈને જઈ રહેલા જીલ અશ્વિનભાઇ કોરવાડિયા (૧૮) અને મેહુલ મણિલાલ ભલગામડીયા (૧૮) રહે.બંને સરા તાલુકો મુળિ જિલ્લો સુરેન્દ્રનગર વાળાઓનું બુલેટ અર્ટીકા કાર સાથે અથડાતા મેહુલ અને જીલને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરી હતી.જ્યારે હળવદ તાલુકાનાં ચરાડવા ગામનો રહેવાથી સલીમ ગુલામભાઈ જામ નામનો ૩૬ વર્ષીય યુવાન ઘરેથી શાળા તરફ બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં રોડ ઉપર તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી સલીમભાઈ જામને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.

 મારામારીમાં ઇજા

માળિયા મિંયાણાના રહેવાસી સાહિસ્તાબેન ઈસુબભાઈ જેડા નામની ૩૨ વર્ષીય મહિલાને ગઈકાલ રાત્રીના કોઈ કારણોસર થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેમને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા હાલ એ ડિવિઝન પોલીસ સાથે પ્રાથમિક તપાસ કરી બનાવ માળીયા પોલીસ મથકની હદમાં બન્યો હોય માળીયા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.જ્યારે હળવદ તાલુકાના મયુરનગર ગામના વતની ગૌરીબેન બાબુભાઈ લુહાર નામના ૨૭ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને શંકરના મંદિરે દર્શન માટે જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત ગૌરીબેનને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.








Latest News