મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં ૯ બાળકોને કામે લગાવનારા ચાર શખ્સોની સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં ૯ બાળકોને કામે લગાવનારા ચાર શખ્સોની સામે ગુનો નોંધાયો
મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ નીચી માંડલ પાસે સિરામિક કારખાનામાં બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની માહિતી મળી હતી જેના આધારે જુદીજુદી એનજીઓ દ્વારા સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી ત્યારે તે કારખાનામાં કામ કરતાં ૨૦ જેટલા બાળકોને પોલીસ મથકે લઈ આવ્યા હતા અને પછી તેના આધાર કાર્ડ સહિતના પુરાવા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે નવ બાળકોને કામે લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી અમદાવાદની એનજીઓના સભ્ય દ્વારા મોરબી તાલુકા પોલીસે સ્ટેશને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે રામેસ્ટ ગ્રેનાઇટો નામના કારખાનાની અંદર બાળ મજૂરી કરવામાં આવી રહી છે તેવી બચપન બચાવો આંદોલનને માહિતી મળી હતી જેથી કરીને ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલ, બચપન બચાવો આંદોલન, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ અને ચાઇલ્ડ લાઇનની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે કારખાના જુદાજુદા વિભાગોની અંદર બાળ મજૂરો કામ કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી ૨૦ જેટલા બાળકોને સરકારી વાહનમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવીને આગળની કાર્યવાહી કરી હતી અને આધાર કાર્ડ સહિતના પુરાવા ચેક કરવામાં આવ્યા હતા દરમિયાન નવ બાળકોની ઉંમર ૧૮ વર્ષથી નાની હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં શાંતિ કોમ્પ્લેક્ષમાં રહેતા દામિનીબેન વિજયભાઈ પટેલ (૫૧) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાજુભાઈ, ગણેશભાઈ, બાપુસિંગ અને શંકરભાઈ રહે. બધા હાલ રામેસ્ટ ગ્રેનાઇટો વાળાની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.