મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ ગામે સરકારી દવાખાના પાસેથી ૨૦ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE









મોરબીના ઘૂંટુ ગામે સરકારી દવાખાના પાસેથી ૨૦ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી તાલુકાના ઘૂંટુ ગામે સરકારી દવાખાના પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ૨૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ કબ્જે કરીને તે ઇસમની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ સરકારી દવાખાના પાસેથી એક શખ્સ પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને રોકીને મોરબી તાલુકા પોલીસના સ્ટાફે ચેક કરતાં તેની પાસેથી વિદેશી દારૂની ૨૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે રૂપીયા છ હજારની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને હાલમાં સ્થળ ઉપરથી રમણીક પ્રાણજીવન વીરપરિયા જાતે પટેલ (ઉંમર ૩૦) રહે.ઘૂટું તા.મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલી દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો..? અને તે કોને આપવાનો હતો..? તે દિશામાં પોલીસે તપાસનો દોર આગળ લંબાવ્યો છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ હિરજીભાઈ ચંદ્રાલા નામનો ૩૫ વર્ષીય યુવાન જેતપર-પીપળી રોડ ઉપરથી જ્યારે કારખાના તરફથી બાઇક લઇને ઘર તરફ જઈ રહ્યો હતો.તે દરમિયાન રસ્તામાં મનીષ કાંટા નજીક બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઈ ચંદ્રાલાને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તે રીતે જ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ નિર્મલજયોત પંપ પાસેથી બુલેટ લઈને જઈ રહેલા દીપેન ભાણજીભાઈ જેતપરીયા (ઉમર ૩૨) રહે.મોરબી રવાપર રોડ નામના યુવાનનું બુલેટ અન્ય વાહન સાથે અથડાતાં ઈજાગ્રસ્ત થયેલા દિપેનને સારવારમાં ખસેડાયો હતો બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગરે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News