મોરબીની મહેન્દ્રનગર કન્યા-કુમાર શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
મોરબીના રામકૃષ્ણનગરમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને આજીવન કેદ
SHARE
મોરબીના રામકૃષ્ણનગરમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને આજીવન કેદ
મોરબીના રામકૃષ્ણનગરમાં વર્ષ ૨૦૧૭ માં મિત્ર પાસે વાપરવા માટે પૈસા માગ્યા હતા ત્યારે તેને પૈસા આપવાની ના કહી હતી જેથી યુવાનને ચાર શખ્સોએ છરીના ઘા ઝીકી દીધા હતા અને તેની હત્યા કરી હતી જે ગુનામાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે ત્રણ આરોપીને દોષી જાહેર કર્યા છે અને તેને આજીવન કેદની સજા ફટાકરી છે જો કે, એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે
મોરબીના રામકૃષ્ણનગરમાં ખોડિયાર મંદિર પાસે તા ૨૧/૫/૧૭ ના રોજ કાનજી ઉર્ફે કાનો વાસુદેવભાઈ રાવળ નામના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જેની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારા, રામદેવ રાજુભાઇ ચાવડા, મયુરસિંહ નાનુંભા જાડેજા, સલમાનભાઈ દાદુભાઈ દાવલિયાની ધરપકડ કરી હતી અને આરોપીઓ મૃતક યુવાન પાસે વાપરવા માટે પૈસાની માંગણી કરી હતી જો કે, તેને પૈસા આપવાની ના પાડતા તેને છરીના ઘા ઝીકિને તેની હત્યા કરી નાખવામાં આવી હતી આ કેસ મોરબીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ.ડી. ઓઝાની કોર્ટમાં ચાલી ગયો હતો અને સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કરી દલીલ અને ૨૮ દસ્તાવેજી તેમજ ૨૬ મૌખિક પુરાવાઑને ધ્યાને લઈને કોર્ટે હત્યા કેસમાં સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારા, રામદેવ રાજુભાઇ ચાવડા, મયુરસિંહ નાનુંભા જાડેજાને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટાકરી છે. તેમજ આરોપીઓને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. જો કે, આરોપી સલમાનભાઈ દાદુભાઈ દાવલિયાને નિર્દોષ જાહેર કરેલ છે.