મોરબી નાલંદા વિદ્યાલય ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો
સરકારી મેડિકલ કોલેજના નામે મોરબી ભાજપ સંગઠન લોકોને મૂર્ખ બનાવે છે : રમેશ રબારી
SHARE
સરકારી મેડિકલ કોલેજના નામે મોરબી ભાજપ સંગઠન લોકોને મૂર્ખ બનાવે છે : રમેશ રબારી
કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારે મોરબી જીલ્લાની પ્રજાને હળહળ તો અન્યાય કરેલ છે.ત્યારે મોરબી ભાજપ અને મોરબીના ધારાસભ્ય કમ મંત્રી લજવાને બદલે ગાજે છે..?! તેવો આકક્ષેપ અહીંના કોંગી આગેવાને કરેલ છે.
મોરબી વિધાન સભાની પેટાચૂંટણી પહેલા જેતે સમયના ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ દ્વારા વિધાનસભામાં જાહેરાત કરેલ કે મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવેલ છે.ત્યારબાદ મોરબી કલેકટર મારફત શનાળા પાસે જમીન પણ ફળવાય ગયેલ અને ૨૦૨૨ થી મોરબીની ગિબ્સન સ્કૂલમાં સરકારી મેડિકલ કોલેજ ચાલુ પણ કરવાની હતી તે માટેની તમામ પ્રકિયા પણ પૂરી થઈ ગયેલ ત્યાં કોઇ ઉદ્યોગપતિ અને ભાજપના કોઇ નેતાઓની મીલીભગતથી આ સરકારી મેડિકલ કોલેજ અન્ય જિલ્લામાં ફાળવીને મોરબીને ખાનગી મેડિકલ કોલેજ આપવામાં આવી છે ત્યારે કહેવાતા ભાજપના સંગઠનના નેતાઓ અને હાલના મોરબીના ધારાસભ્ય કમ મંત્રી પ્રજાને ખોટી ગેરંટી આપી કહે છે કે મોરબીને સરકારી મેડિકલ કોલેજ જ મળસે તો શુ મોરબી ભાજપ સંગઠનએ સરકાર છે..? કે મુખ્યમંત્રી કે આરોગ્ય મંત્રી છે..? ખરેખર જ જો મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળવાની હોય તો લેખિતમાં આરોગ્યમંત્રી કે મુખ્યમંત્રી મોરબીની પ્રજાને આપે અને તે લોકો જાહેરાત કરે તો પ્રજાને વિશ્વાસ આવે બાકી ભાજપ સંગઠન તો મોરબીની પ્રજાને મૂર્ખ બનાવવા માટે જાણીતું છે.લેખિત કે મોખીત સરકારની જાહેરાત વગર ગેરંટી આપી પ્રજાનું અપમાન કરી રહેલ છે.મોરબીની પ્રજાના હિત માટે તમામ મોરબીવાસીઓએ જાગૃત થઇ આ મોરબી જિલ્લા અને અહીંના વિદ્યાર્થીઓના હિતમાં મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળે તે માટે સાથે મળી લડત લડવી જ જોય તેમ ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ યાદીમાં જણાવેલ છે.