સરકારી મેડિકલ કોલેજના નામે મોરબી ભાજપ સંગઠન લોકોને મૂર્ખ બનાવે છે : રમેશ રબારી
વાંકાનેર માર્કેટ યાર્ડની ચુંટણીમાં ત્રણ પૈકી બે મંડળીના ૨૮ મતની ગણતરી સંપન્ન: પરિણામ હજુ પણ અનામત !
SHARE
વાંકાનેર માર્કેટ યાર્ડની ચુંટણીમાં ત્રણ પૈકી બે મંડળીના ૨૮ મતની ગણતરી સંપન્ન: પરિણામ હજુ પણ અનામત !
મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને છેલ્લા ઘણા દિવસથી રાજકારણ ગરમાયુ છે અને વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ મળીને ત્રણ મંડળીઓના મત મુદ્દે હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી જે ત્રણ પૈકીની બે મંડળીઓના મતને ગણતરી કરવા માટે હાઇકોર્ટમાંથી આદેશ કરવામાં આવ્યો હતો જેથી આજરોજ વાંકાનેર માર્કેટ યાર્ડના સભાખંડમાં બે મંડળીના ૨૮ મતની ગણતરી કરવામાં આવી હતી જો કે, કોને કેટલા મત મળેલા છે તેની જાહેરાત અધિકારી દ્વારા કરવામાં આવેલ નથી અને આ ગણતરીની માહિતી સીલ બંધ કવરમાં હાઇકોર્ટમાં આપવામાં આવશે અને આગામી મુદતમાં જે આદેશ આવે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું છે
મોરબી જિલ્લાના ત્રણ માર્કેટ યાર્ડ પૈકીનું વાંકાનેર માર્કેટ યાર્ડ વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત પેનલના હાથમાં છે જે યાર્ડને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટેના વખતે મોરબી જિલ્લા ભાજપ તેમજ સાંસદ સહિતનાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું અને મતદારોને પોતાની બાજુ આકર્ષવા માટે થઈને કામગીરી કરી હતી જોકે મતદાન પૂર્વે જુદી-જુદી ત્રણ મંડળીઓ માટે થઈને હાઈકોર્ટમાં જુદીજુદી ત્રણ પીટીશન કરવામાં આવી હતી તેની હાઇકોર્ટ મેટર ચાલુ હોવાના કારણે ૧૨ જાન્યુઆરીના રોજ મત ગણતરી કરવામાં આવી હતી ત્યારે તે ત્રણ મંડળીના કુલ મળીને ૩૧ મતોને અનામત રાખવામા આવ્યા હતા અને તેની ગણતરી કરવામાં આવી ન હતી
જોકે છેલ્લે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ હાલમાં ત્રણ પૈકીની પલાસ અને પંચાસીયા મંડળીના કુલ મળીને ૨૮ મતોની ગણતરી વાંકાનેર માર્કેટ યાર્ડના સભાખંડમાં કરવામાં આવી હતી જો કે, આ મત ગણતરી પછી કોને કેટલા મત મળ્યા છે તેની સત્તાવાર જાહેરાત હાલમાં અધિકારી દ્વારા કરવામાં આવેલ નથી અને હાઇકોર્ટ મેટર હોવાથી મત ગણતરીની માહિતી સીલ બંધ કવરમાં હાઇકોર્ટમાં આપવામાં આવશે અને ત્યાર બાદ આગામી તા. ૧૪/૬/૨૨ ના રોજ મુદત હોય જે ચુકાદો આવે તે મુજબ વાંકાનેર માર્કેટ યાર્ડમાં સત્તા કોની આવશે તે ફાઇનલ થશે અત્રે ઉલેખનીય છે કે, તીથવા મંડળીના ત્રણ માટે કરેલ પિટિશનને રદ કરવામાં આવી છે માટે તે મતને ગણવામાં આવેલ નથી